તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ : રાઘવ ચઢ્ઢાએ ફરી વિડિયો જાહેર કરી પક્ષના નેતાઓને આપી ‘ઘાતક’ ચેતવણી : જુઓ વિડીયો
રાજ્યસભામાં ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનો પલટવાર - ‘આ તો માત્ર નાનકડું ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે’ કહી સંજય સિંહ, આતિષી અને સૌરભ ભારદ્વાજ જેવા વરિષ્ઠ નેતાઓના આક્ષેપોને પડકાર્યા

To my colleagues in AAP who were forced to issue videos saying that “Raghav Chadha failed to raise Punjab’s issues in Parliament”, here is a small trailer…Picture Abhi Baaki Hai.
— Raghav Chadha (@raghav_chadha) April 5, 2026
Punjab isn’t a talking point for me. It is my home, my duty, my soil, my soul❤️ pic.twitter.com/qdTMHK4sqU
નવી દિલ્હી:આમ આદમી પાર્ટી (AAP) અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો ગજગ્રાહ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટીકાઓનો રાઘવ ચઢ્ઢાએ વિડિયો સંદેશ દ્વારા આક્રમક જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, જે સાથીઓને એવું કહેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેમના માટે આ એક નાનકડું ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે.
પંજાબ મારો આત્મા છે, ગુંજાયશ નથી - રાઘવ ચઢ્ઢા:
રાઘવ ચઢ્ઢાએ પક્ષના નેતાઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પંજાબ તેમના માટે માત્ર વાતચીતનો મુદ્દો નથી, પરંતુ તેમનું ઘર, ફરજ અને આત્મા છે. પક્ષ દ્વારા તેમના કદમાં ઘટાડો કર્યા બાદ સંજય સિંહ, આતિષી અને સૌરભ ભારદ્વાજ જેવા નેતાઓ દ્વારા કરવામાં આવેલા 'ડરપોક' હોવાના આક્ષેપોને તેમણે સુનિયોજિત હુમલો ગણાવ્યો હતો. તેમણે પક્ષના નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, "હું અત્યારે ઘાયલ છું, તેથી વધુ ઘાતક છું."
સંસદના ટ્રેક રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજની પડકાર:
આશરે અઢી મિનિટના વિડિયો સંદેશમાં રાઘવ ચઢ્ઢાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું સંસદમાં સામાન્ય માણસના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? વિપક્ષી વોકઆઉટમાં સામેલ ન થવાના આરોપોને નકારતા તેમણે પડકાર ફેંક્યો હતો કે સંસદની તમામ પ્રવૃત્તિઓ રેકોર્ડ થાય છે, જો સીસીટીવી ફૂટેજ સામે લાવવામાં આવશે તો તમામ જૂઠનો પર્દાફાશ થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશનર સાથે જોડાયેલા પ્રસ્તાવ પર હસ્તાક્ષર ન કરવાના આરોપ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પક્ષના ૧૦ સાંસદોમાંથી ૬ કે ૭ સાંસદોએ પણ તે અરજી પર સહી કરી નથી.
જનતાના મુદ્દે સંસદમાં લડતનો દાવો:
પોતાના સંસદીય કાર્યકાળનો બચાવ કરતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે તેઓ સંસદમાં ચીસો પાડવા, ગાળો દેવા કે માઈક તોડવા નથી ગયા, પરંતુ જનતાના પ્રશ્નો વાચા આપવા ગયા છે. તેમણે જીએસટી, પાણીની સમસ્યા, પંજાબનું પાણી, દિલ્હીનું પ્રદૂષણ, બેરોજગારી અને મોંઘવારી જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હોવાનો દાવો કર્યો હતો. આ વિવાદ અંગે આમ આદમી પાર્ટી તરફથી હાલમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ હરિયાણા 'આપ'ના પૂર્વ અધ્યક્ષે રાઘવ ચઢ્ઢા પર શારીરિક હુમલો થયો હોવાનો પણ દાવો કરતા મામલો વધુ ગરમાયો છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
