તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ઈરાનનો મિસાઈલ પર અમેરિકી રાષ્ટ્રપતિનો ફોટો લગાવી વિચિત્ર અંદાજમાં પલટવાર - ‘સાંભળ ટ્રમ્પ, તારા મોં કરતા તો હોર્મુઝની સામુદ્રધુની મોટી છે’ : જુઓ વિડીયો
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે મિસાઈલ પર ડોનાલ્ડ ટ્રમ્પ, નેતાન્યાહુ અને એપસ્ટીનનું વ્યંગચિત્ર બનાવી મજાક ઉડાવી : અમેરિકામાં રહીને યુદ્ધની નિંદા કરનારા નાગરિકોનો આભાર માની સૈન્ય દળોને હાંકી કાઢવાની આપી ધમકી

Wow!😂👏🏻
— Suppressed News. (@SuppressedNws1) April 2, 2026
Iran thanked everyone who condemned the war including Americans then proceeded to mock Trump, attaching his edited photo with Netanyahu and Epstein on a ballistic missile:
“Hey, stupid Trump, The Strait of HORMUZ is a bigger piece than your mouth.
Your own strait is… pic.twitter.com/BjTpu5G16o
તેહરાન:મધ્ય-પૂર્વમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતો એક ચોંકાવનારો વિડિયો જાહેર કર્યો છે. ઈરાનના સરકારી મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આ વિડિયોમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના સભ્યો દુશ્મન પર ડાઘવામાં આવનારી બેલિસ્ટિક મિસાઈલો પર ડોનાલ્ડ ટ્રમ્પ માટે અપમાનજનક સંદેશા લખતા જોવા મળે છે. આ વિડિયોમાં મિસાઈલ પર ટ્રમ્પની મજાક ઉડાવતા લખાણો અને વ્યંગચિત્રો બનાવવામાં આવ્યા છે.
મિસાઈલ પર ટ્રમ્પ, નેતાન્યાહુ અને એપસ્ટીનનું નિશાન
મિસાઈલ પર લખવામાં આવેલા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, "અરે મૂર્ખ ટ્રમ્પ, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) તારા મોં કરતા ઘણી મોટી છે." આ સંદેશમાં ઈરાની સેનાએ અમેરિકાના દિવંગત ફાઈનાન્સર અને જાતીય અપરાધી જેફરી એપસ્ટીન તેમજ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુનો પણ ઉલ્લેખ કર્યો છે. મિસાઈલ પર એક એવું વ્યંગચિત્ર બનાવવામાં આવ્યું છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક પલંગ પર બેઠા છે અને તેમની બંને બાજુએ એપસ્ટીન અને નેતાન્યાહુ બેસીને તેમના હાથ પકડી રહ્યા છે. આ સંદેશાની નીચે 'હોર્મુઝ ગાઈઝ' એવા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
અમેરિકી નાગરિકોનો આભાર અને યુદ્ધની નિંદા
ઈરાની સૈનિકોએ મિસાઈલ પર એક અન્ય સંદેશ પણ લખ્યો છે, જેમાં તેમણે અમેરિકામાં રહીને જ વ્હાઇટ હાઉસની નીતિઓની નિંદા કરનારા અમેરિકી નાગરિકોનો આભાર માન્યો છે. સંદેશમાં લખ્યું છે કે, "તે તમામ લોકોનો આભાર જેમણે અમેરિકામાં રહીને પણ વ્હાઇટ હાઉસમાં બેઠેલા ‘ગુનેગાર ટોળકી’ દ્વારા ઈરાન વિરુદ્ધ છેડવામાં આવેલા યુદ્ધની નિંદા કરી છે." ઈરાને આક્ષેપ કર્યો છે કે આ ટોળકી સતત તેમની માતૃભૂમિ અને નાગરિકોના હિતો પર હુમલા કરી રહી છે.
સૈન્ય દળોને બહાર કાઢવાનો ઈરાનનો મક્કમ નિર્ધાર
મિસાઈલ પરના લખાણમાં ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ પોતાના બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અમેરિકી સૈન્ય દળોને આ પ્રદેશમાંથી બહાર કાઢવા મજબૂર છે. સંદેશમાં છેલ્લે લખવામાં આવ્યું છે કે, "તેમની પસંદગી યુદ્ધ અને અપરાધ છે, જ્યારે અમારી ફરજ ન્યાય અને સુરક્ષા છે." આ લખાણ નીચે ‘ઈરાનનું સભ્ય રાષ્ટ્ર’ એવા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા જતા આ સંઘર્ષમાં મિસાઈલ પરના આ પ્રકારના સંદેશા યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બનાવી રહ્યા હોવાના સંકેત આપે છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
