તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
સેલ્ફીમાં દેખાતો iPhone તો માત્ર ‘ટ્રેલર’ છે, PM મોદીના અસલી ફોનની તાકાત જાણીને આંખો ફાટી જશે!
હેકર્સનું તો શું, યમરાજનું પણ ગજું નથી કે આ ફોનની વિગતો જાણી શકે: પીએમ મોદીના ‘રહસ્યમય’ ફોનનું એવું સત્ય જે અત્યાર સુધી દુનિયાથી છુપાયેલું હતું!

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ જાહેરમાં દેખાય છે ત્યારે ઘણીવાર તેમના હાથમાં ચમકતો આઈફોન જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો એવું માને છે કે સાહેબ સામાન્ય લોકોની જેમ સ્માર્ટફોન વાપરે છે, પણ હકીકત કંઈક અલગ જ છે. વડાપ્રધાન જે ફોનનો ઉપયોગ કરે છે તેની પાછળ સુરક્ષાનું એવું જાળું છે કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો હેકર તેને અડી પણ શકતો નથી.
શું પીએમ ખરેખર iPhone વાપરે છે?
હા, સોશિયલ મીડિયા અને ફોટા માટે પીએમ મોદી આઈફોનના લેટેસ્ટ મોડલ વાપરવાના શોખીન છે, પરંતુ તે ફોનમાં કોઈ સિમકાર્ડ હોતું નથી કે તે સામાન્ય નેટવર્ક સાથે જોડાયેલો હોતો નથી. તેઓ માત્ર વાઈ-ફાઈના સુરક્ષિત સર્વરથી તેનો ઉપયોગ કરે છે.
અસલી ખેલ તો 'સેટેલાઈટ' ફોનનો છે!
પીએમ મોદી જ્યારે સત્તાવાર વાતો કે દેશની ગુપ્ત ચર્ચાઓ કરે છે, ત્યારે તેઓ 'RAX' (રેસ્ટ્રિક્ટેડ એક્સેસ એક્સચેન્જ) નામના ખાસ ફોનનો ઉપયોગ કરે છે. આ ફોનની ખાસિયતો સાંભળીને તમે દંગ રહી જશો:
* ન ટેપ થાય, ન હેક થાય: આ ફોનને કોઈ પણ કાળે ટ્રેસ કરી શકાતો નથી.
* મિલિટરી ગ્રેડ સુરક્ષા: આ ફોન સીધો સેટેલાઈટ સાથે જોડાયેલો હોય છે અને તેનું નેટવર્ક અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે.
* NTRO ની દેખરેખ: આખું નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ચોવીસે કલાક પીએમના સંચાર સાધનોની સુરક્ષા કરે છે.
મોદીની ટેક-સેવી સ્ટાઈલ
ડિજિટલ ઈન્ડિયાના પ્રણેતા હોવાને કારણે પીએમ મોદી હંમેશા અપડેટેડ રહે છે. વિદેશી પ્રવાસ હોય કે સરહદ પર જવાન સાથે મુલાકાત, પીએમ મોદીના ફોટા હંમેશા હાઈ-રિઝોલ્યુશનમાં હોય છે જે દર્શાવે છે કે ટેકનોલોજીની બાબતમાં તેઓ કોઈ બાંધછોડ કરતા નથી. પરંતુ સુરક્ષાના મામલે તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી કિલ્લામાં કેદ રહેલા ઉપકરણો જ વાપરે છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
