તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
મારા ધારાસભ્ય કાળમાં તમામ ડામર રોડ બન્યા: ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી: વાવ થરાદમાં સેન્સ પ્રક્રિયામાં ગેનીબેન ઠાકોરની ગર્જના
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી તેજાબી ભાષણ આપી કાર્યકરોમાં જોશ પૂર્યું

વાવ અને થરાદ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી તેજાબી ભાષણ આપી કાર્યકરોમાં જોશ પૂર્યું હતું. તેમણે પોતાના ધારાસભ્યકાળના કામોની સરખામણી વર્તમાન સ્થિતિ સાથે કરીને આકરા પ્રહારો કર્યા હતા.
ગેનીબેન ઠાકોરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, "જ્યારે હું ધારાસભ્ય હતી ત્યારે મેં વિસ્તારના તમામ ડામર રોડ બનાવ્યા છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું તો ગામડે ગામડે ફરીને લોકોને રૂબરૂ મળતી હતી, પણ અત્યારના પ્રતિનિધિ જનતાની વચ્ચે આવતા પણ નથી." તેમણે મતદારોને ટકોર કરતા કહ્યું કે, ઉછળી ઉછળીને વોટ આપનારાઓને હવે આ બધી વાસ્તવિકતા કહેજો.
કોંગ્રેસની આ સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા, જે આગામી સમયમાં વાવ-થરાદ બેઠક પરના રાજકીય ગરમાવા તરફ ઈશારો કરે છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
