હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં નરેન્દ્રભાઈ મોદી તો કેરળમાં અમિતભાઈ શાહની ગર્જના - “પીનારાઈ વિજયન કેન્દ્રની યોજનાઓ પર પોતાની ફોટો ચિપકાવી રહ્યા છે”
રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા અમિતભાઈ શાહનું નિવેદન- “૪૬૦ રૂપિયે લિટર પેટ્રોલ ભારત કે કેરળમાં નહીં પણ પાકિસ્તાનમાં છે” : કેરળમાં કમ્યુનિસ્ટ અને કોંગ્રેસના ‘ફ્રેન્ડલી મેચ’નો અંત લાવવા જનતાને આહ્વાન

એર્નાકુલમ: પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મમતા બેનર્જીના ગઢને પડકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપના ચાણક્ય ગણાતા ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેરળમાં મોરચો સંભાળ્યો છે. કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પ્રચાર અર્થે એર્નાકુલમના કુન્નાથુનાડ પહોંચેલા અમિતભાઈ શાહે મુખ્યમંત્રી પીનારાઈ વિજયન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષી ગઠબંધન પર કેન્દ્રની યોજનાઓનો શ્રેય લેવા અને ભ્રામક આંકડા ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
“ચોખા નરેન્દ્રભાઈ મોકલે છે અને લારી કમ્યુનિસ્ટો લગાવે છે”:
રાશન વિતરણના મુદ્દે આક્રમક બનેલા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક ગરીબ વ્યક્તિ માટે ૫ કિલો ચોખા મોકલે છે, પરંતુ અહીં કેરળમાં કમ્યુનિસ્ટ પાર્ટી પોતાની ‘લારી’ લગાવી દે છે અને શ્રેય લૂંટવાનો પ્રયાસ કરે છે. જનતા બધું જ જાણે છે કે તેમના પેટ સુધી અન્ન કોણ પહોંચાડી રહ્યું છે.” તેમણે આક્ષેપ કર્યો હતો કે એલડીએફ સરકાર કેન્દ્રની જનકલ્યાણકારી યોજનાઓને પોતાની ગણાવીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
નેશનલ હાઈવે ૬૬ (NH 66) ના નિર્માણનો ઉલ્લેખ કરતા અમિતભાઈ શાહે કહ્યું કે, આ હાઈવેનો ૧૦૦ ટકા ખર્ચ નરેન્દ્રભાઈ મોદી ઉઠાવી રહ્યા છે, પરંતુ આખા રસ્તે મુખ્યમંત્રી વિજયનના મોટા-મોટા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. વધુમાં, નેશનલ હેલ્થ મિશન (NHM) માટે કેન્દ્ર ૬૦૦ કરોડ રૂપિયા મોકલે છે, પરંતુ યોજનાઓ પર નરેન્દ્રભાઈની ફોટો લગાવવાની જગ્યા ન મળતા કમ્યુનિસ્ટ સરકારે આ મિશન જ બંધ કરી દીધું છે, જે જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ છે.
રાહુલ ગાંધી પર કટાક્ષ: “૪૬૦ રૂપિયે લિટર પેટ્રોલ પાકિસ્તાનમાં છે, કેરળમાં નહીં”:
રાહુલ ગાંધીના પેટ્રોલના ભાવ વધારા અંગેના નિવેદનનો જવાબ આપતા અમિતભાઈ શાહે ચપટી લીધી હતી. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી કાલે અહીં આવ્યા અને બોલ્યા કે પેટ્રોલના ભાવ વધી ગયા છે. એ સાચું છે કે પેટ્રોલ ૪૬૦ રૂપિયે લિટર સુધી પહોંચી ગયું છે, પરંતુ રાહુલ બાબા, આ કિંમત કેરળ કે ભારતમાં નહીં પણ તમારા મનપસંદ દેશ પાકિસ્તાનમાં છે. ભારતમાં નરેન્દ્રભાઈની સરકારે વૈશ્વિક કટોકટી હોવા છતાં કિંમતોને અંકુશમાં રાખી છે.”
કેરળમાં ભાજપનું ‘ચક્રવ્યૂહ’:
અમિતભાઈ શાહનો આ પ્રવાસ કેરળમાં ભાજપની વધતી સક્રિયતાનો સંકેત છે. તેમણે દાવો કર્યો હતો કે કેરળની જનતા હવે એલડીએફ અને યુડીએફના ‘ફ્રેન્ડલી મેચ’થી કંટાળી ગઈ છે અને પરિવર્તન ઈચ્છે છે. જે રીતે ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં કમ્યુનિસ્ટોનો સફાયો થયો છે, તેવો જ હાલ કેરળમાં પણ થવાનો છે. ભાજપ આ વખતે કેરળમાં ‘વિકાસ’ અને ‘રાષ્ટ્રવાદ’ના મુદ્દે ચૂંટણી લડી રહી છે, જેનાથી સત્તાધારી ગઠબંધનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમિતભાઈ શાહે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કેન્દ્રની યોજનાઓ પર રાજ્યનું સિક્કા મારવાનું હવે ચલાવી લેવામાં આવશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
