હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસના નેતાઓમાં અન્ય લોકો અને રાજ્યોના લોકોને અપમાનિત કરવાની માનસિકતા:ખડગેના નિવેદન પર નિતિન નબીને કર્યો પ્રહાર
તેમણે પ્રશ્ન કર્યો કે જે ગુજરાતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓ આવ્યા છે, તે ગુજરાતનું અપમાન કરવું યોગ્ય છે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપે કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ખડગે અને કોંગ્રેસ પર તુચ્છ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
નીતિન નવીને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ હંમેશા અન્ય લોકો અને રાજ્યોના લોકોને અપમાનિત કરવાની માનસિકતા ધરાવે છે.
તેમણે પ્રશ્ન કર્યો કે જે ગુજરાતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓ આવ્યા છે, તે ગુજરાતનું અપમાન કરવું યોગ્ય છે? તેમણે આ સાથે ઉમેર્યું કે ગુજરાતના જ નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની સુરક્ષા મજબૂત બનાવી અને જનધન જેવી યોજનાઓથી ગરીબો અને મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે.
ભાજપે વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસે જે રાજ્યોમાં સત્તા મેળવી નથી, ત્યાંના લોકોને અભણ કહીને અપમાનિત કર્યા છે, જે તેમની માનસિકતા દર્શાવે છે. નીતિન નવીને કહ્યું કે ખડગે આવા નિવેદનો આપતા રહેશે તો જનતા તેમને યોગ્ય જવાબ આપશે. ભાજપનો દાવો છે કે દેશની જનતા હવે કોંગ્રેસની રાજનીતિ સમજી ગઈ છે અને આગામી સમયમાં મતદાન દ્વારા તેમને પાઠ ભણાવશે. આ મુદ્દે રાજકીય તણાવ વધુ વધી રહ્યો છે અને બંને પક્ષો વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
