<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે ધડાધડ ગોળીબારની ઘટના બનતા ખળભળાટ : સુરક્ષા એજન્સીઓ એલર્ટ

સુરક્ષા દળના જવાનોએ શંકાસ્પદ વ્યક્તિનો શોધવા પાર્ક અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દીધી

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે આજે (5 માર્ચ) આડેધડ ગોળીબારની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓને લાફાયેટ પાર્ક પાસે ફાયરિંગની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળના જવાનોએ શંકાસ્પદ વ્યક્તિનો શોધવા પાર્ક અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દીધી છે. સીક્રેટ સર્વિસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, પાર્ક અને તેની આસપાસ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ મળ્યો નથી. રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી.

સિક્રેટ સર્વિસના પ્રમુખ એન્થની ગુગ્લિએલ્મીએ કહ્યું કે, ડીસી પોલીસ અને યુએસ પાર્ક પોલીસ તપાસ કરી રહી છે. તેમણે આસપાસના લોકોને ઘટનાની માહિતી આપવાની અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું કે, સિક્રેટ સર્વિસ યુનિફોર્મ ડિવિઝન, મેટ્રોપોલિટન પોલીસ અને પાર્ક પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શંકાસ્પદ વ્યક્તિ અને સંભવિત ગાડીને શોધી રહ્યા છે.

(12:25 AM IST)