<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

અખરોટ પર બેસીને ૩૦ સેકન્‍ડમાં ૧૧૦ અખરોટ ભાંગી નાખ્‍યાં

ભારતીય યુવાને જસ્‍ટ એક-એક અખરોટ પર બેસીને એને ભાંગવાનો અનોખો રેકોર્ડ બનાવ્‍યો

નવ દિલ્‍હી,તા.૦૬: ધર્મેન્‍દ્ર રાજભર નામના ભારતીય યુવાને જસ્‍ટ એક-એક અખરોટ પર બેસીને એને ભાંગવાનો અનોખો રેકોર્ડ બનાવ્‍યો છે. તેણે તાકાત અને સ્‍પીડનું અદ્વુત પ્રદર્શન કર્યું હતું. એક ટીવી-શોમાં તેણે આ સ્‍ટન્‍ટ પર્ફોર્મ કર્યો હતો. એમાં લાઇનબંધ ૧૧૦ અખરોટ ગોઠવવામાં આવ્‍યાં હતાં અને આ ભાઈએ જસ્‍ટ ૩૦ સેકન્‍ડમાં એક-એક અખરોટ પર બેસી-બેસીને એનો ભાંગીને ભુક્કો કરી નાખ્‍યો હતો. લાઇનમાં ગોઠવેલાં અખરોટ ૨૭ સેકન્‍ડમાં જ પૂરાં થઈ ગયાં હતાં. એનો મતલબ એ કે જો હજી વધુ અખરોટ ગોઠવેલાં હોત તો તે વધુ આંકડો અચીવ કરી શક્‍યો હોત.

(10:13 AM IST)