News of Monday, 6th April 2026
નેપાળમાં સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં ૨ દિવસ રજા
પેટ્રોલ સંકટ વચ્ચે બાલેન સરકારનો નિર્ણય

કાઠમંડું તા.૬: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધને કારણે વૈશ્વિક પેટ્રોલિયમ સપ્લાયમાં આવેલી ગંભીર અડચણોને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક પગલું ભર્યું છે. નવા વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (બાલેન શાહ)ની અધ્યક્ષતામાં મંત્રીપરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી અઠવાડિયાથી દેશમાં શનિવાર અને રવિવાર બંને દિવસે સરકારી કચેરીઓ તેમજ તમામ શાળા-કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આમ, નેપાળમાં હવે બે દિવસનું વીકેન્ડ લાગુ થશે.
સરકારી પ્રવક્તા અને શિક્ષણમંત્રી સસ્મિત પોખરેલએ જણાવ્યું કે, આ નિર્ણય ૬ એપ્રિલથી અમલમાં આવશે. આ પગલું પેટ્રોલિયમ સપ્લાયમાં આવેલી અડચણોને કારણે ઉઠાવવામાં આવ્યું છે, જેથી દેશમાં પેટ્રોલ-ડીઝલની વપરાશ ઘટાડી શકાય. તેમણે કહ્યું કે, સરકારી કચેરીઓ કાર્યકારી દિવસોમાં સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જ્યારે શૈક્ષણિક સંસ્થાઓના સમયપત્રક અનુસાર જ રહેશે.
મિડલ ઈસ્ટમાં ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક પેટ્રોલિયમ સપ્લાય પર અસર પડી છે. આના પરિણામે નેપાળમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત અને કિમતોમાં ભારે વધારો થયો છે. નેપાળ ઓયલ કોર્પોરેશન (NOC) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વધારા પછી કાઠમંડુ ઘાટીમાં પેટ્રોલની કિમત NPR ૨૦૨ (નેપાળી રૂપિયા) પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. ડીઝલ અને કેરોસીનની કિમત પણ વધીને NPR ૧૮૨ (નેપાળી રૂપિયા) પ્રતિ લિટર થઈ ગઈ છે.
આ માત્ર છેલ્લા ૧૮ દિવસમાં ત્રીજો વધારો છે. તે પહેલાં ૧૫ માર્ચ અને ૨૫ માર્ચે પણ કિમતો વધારવામાં આવી હતી. હાલની કિમતો જૂન ૨૦૨૨ના રેકોર્ડને પણ વટાવી ગઈ છે. તે સમયે પેટ્રોલ ફભ્ય્ ૧૯૯ (નેપાળી રૂપિયા) અને ડીઝલ ફભ્ય્ ૧૯૨ (નેપાળી રૂપિયા) પ્રતિ લિટર હતું. જાન્યુઆરી ૨૦૨૬માં કિમતો ઘટીને પેટ્રોલ ફભ્ય્ ૧૫૬ (નેપાળી રૂપિયા) અને ડીઝલ ફભ્ય્ ૧૩૭ (નેપાળી રૂપિયા) પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હવે તે ફરી ઊંચા સ્તરે છે.
નવા વડાપ્રધાન બાલેન શાહની સરકારે આ પગલું ઇંધણના વપરાશને નિયંત્રિત કરવા અને દેશની અર્થવ્યવસ્થા પરના ભારને ઓછો કરવા માટે ઉઠાવ્યું છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને બે દિવસની રજા મળશે, પરંતુ તેનો મુખ્ય હેતુ પેટ્રોલિયમની અછતને સંભાળવાનો છે. આ નિર્ણય અસ્થાયી છે અને પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી અમલમાં રહેશે
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
