News of Monday, 6th April 2026
કામ વગર દિવસ કાઢવો મુશ્કેલ..., કામને ગણાવી શક્તિ
૮૩ વર્ષના બિગ બીએ કરી મનની વાત : જો તેઓ કોઈ દિવસે શૂટિંગ કે કામ પર ન જાય, તો તેમને માનસિક રીતે અશાંતિ અનુભવાય છેઃ કામ વગર બગડી જાય છે રૂટિનઃ બિગબી

મુંબઇ તા.૬: અમિતાભ બચ્ચન આજે પણ એક્ટિંગની દુનિયામાં ખૂબ જ સક્રિય છે. ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના કામને ખૂબ પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પર તેઓ અવારનવાર પોતાના ચાહકોને જણાવતા રહે છે કે, કામ વગર તેમનું આખું રૂટિન બગડી જાય છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ મેકર્સની પહેલી પસંદ બનેલા છે. પોતાની મહેનત અને લગનના કારણે જ આજે પણ દરેક મોટી ફિલ્મોમાં તેમની કોઈને કોઈ ભૂમિકા ચોક્કસ હોય છે. હાલમાં જ અભિનેતાએ પોતાના બ્લોગ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેમણે બ્લોગમાં લખ્યું છે કે, એક દિવસ પણ કામ વગર તેમને નકામો લાગવા માંડે છે.
અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાના બ્લોગ દ્વારા જણાવ્યું છે કે, આજે ૮૩ વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યેનો તેમનો જુસ્સો ઓછો થયો નથી. તેમનું કહેવું છે કે, તેઓ એક દિવસ પણ કામ કર્યા વગર રહી શકતા નથી. કામ વગર તેમને બેચેની અનુભવવા લાગે છે. કામ વગર તેમનું રૂટિન બગડી જાય છે અને આખો દિવસ ડિસ્ટર્બ થઈ જાય છે. બિગ બીએ જણાવ્યું કે, હવે કામ કરવું તેમની આદત બની ગઈ છે. જો ક્યારેય તેમનું આ રૂટિન તૂટે છે, તો તે દિવસ તેમના માટે પસાર કરવો મુશ્કેલ બની જાય છે. કામ વગરના દિવસોમાં તેમને એક પ્રકારે બેચેની અને અનિヘતિતાનો અનુભવ થાય છે. તેમનું કહેવું છે કે, શેડ્યૂલમાંથી હટતા જ તેમના મગજ અને શરીર બંને પર તેની અસર થવા લાગે છે. એન્ઝાયટી (ચિંતા) વધવા લાગે છે, તેથી તેઓ પોતાની જાતને વ્યસ્ત જ રાખે છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચનનો શો 'કૌન બનેગા કરોડપતિની સીઝન ૧૬ પૂર્ણ થઈ છે. છેલ્લા એપિસોડમાં તેઓ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તો બીજી તરફ તેમના કરિયરની વાત કરીએ તો, તેઓ છેલ્લે ફિલ્મ કાલ્કિ ૨૮૯૮ ADમાં જોવા મળ્યા હતા.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
