હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નકલી દવા બનાવવાના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશઃ છ લોકોની ધરપકડ
બે કરોડ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી : જપ્ત જથ્થામાં ડાયાબિટિસ, બીપી અને લિવરની બિમારીઓ માટેની દવા સામેલ

નવી દિલ્હી તા.૬: દિલ્હી પોલીસે નકલી જીવન રક્ષક દવાઓ બનાવવા અને તેનું સપ્લાય કરનાર એક સંગઠિત આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે અને લગભગ ૨ કરોડ રૂપિયા નકલી દવાઓ જપ્ત કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ ઓપરેશન દરમિયાન પોલીસે નકલી જીએસટી કંપનીઓનાં એક નેટવર્કનો પણ ખુલાસો કર્યો છે. આ કંપનીઓનો ઉપયોગ નકલી બિલો બનાવવા અને આ ગેરકાયદે વેપારથી થનારી આવકનું લોન્ડરિગ કરવામાં આવતું હતું. તપાસકર્તાઓનાં અંદાજ મુજબ આ નકલી બિલોનું કુલ મૂલ્ય લગભગ ૫૦ કરોડ રૂપિયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ રેકેટ મોટા પાયે નકલી શિડયુલ-એચ દવાઓનાં નિર્માણ, સ્ટોરેજ અને વિતરણમાં સંડોવાયેલું હતું.
આ દવાઓ સામાન્ય રીતે ડાયાબિટિસ, હાયપર ટેન્શન અને લિવર સંબધી બિમારીઓની સારવાર માટે લખવામાં આવે છે. આ દવાઓનો નકલી જથ્થો જાહેર આરોગ્ય સામે એક ગંભીર ખતરો પેદા કરે છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શાહદરામાં હોલસેલ મેડિસિન ડીલર નિખિલ અરોરા ઉર્ફે સની, ઉત્તર પ્રદેશનાં બે સપ્લાયર શિવમ ત્યાગી અને મયંક અગ્રવાલ, ઉત્તરાખંડનો મુખ્ય સપ્લાયર મોહિતકુમાર શર્મા, શાહરૂખ તથા રાહુલ તરીકે કરવામાં આવી છે.
આરોપ મૂકવામાં આવ્યો છે કે શાહરૂખ અને રાહુલ આ ગેરકાયદે વેપારને સુગમ બનાવવા માટે નકલી જીએસટી કંપનીઓનું સંચાલન કરતા હતાં.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ કેટલીક ખાસ માહિતીઓને આધારે સામે આવ્યો હતો. ત્યારબાદ ૧૧ માર્ચે શાહદરાની બિહારી કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
આ ઓપરેશન દરમિયાન અરોરાની ધરપકડ કરવામાં આવી હતી જે ભાગીરથી પેલેસમાં એક હોલસેલ દવાની દુકાન ચલાવતો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
