<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ગુજરાતના લોકો ‘‘અભણ'છેઃ કોંગ્રેસ વડા ખડગેના નિવેદનથી વિવાદ

કેરળમાં ચૂંટણી પ્રચારમાં મલ્‍લિકાર્જુન ખડગે ભાન ભૂલ્‍યાઃ ભાજપને કોમવાદી પક્ષ કહ્યો

ઇદુકકી (કેરળ તા.૬: )કોંગ્રેસ પ્રમુખ મલ્‍લિકાર્જુન ખડગે કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન બોલવામાં ભાન ભૂલ્‍યા હોય તેમ લાગે છે. ગુજરાતીઓ અભણ હોય છે તેમ કહીને તેમણે વિવાદનો મધપૂડો છેડ્‍યો છે. એટલું જ નહિ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા તેમને (ગુજરાતીઓ) ‘મૂરખ' બનાવવામાં આવી રહ્યા છે.

ખડગેએ ઉમેર્યું હતું કે પીએમ મોદી કે કેરળના મુખ્‍યમંત્રી પિનારાઈ વિજયન કોઈ પણ કેરળના લોકોને મૂર્ખ બનાવી શકે તેમ નથી. તેમણે ત્‍યાંના લોકોને ‘‘ખૂબ જ ચપળ અને શિલિત' ગણાવ્‍યા હતા. કોંગ્રેસ અધ્‍યક્ષે કહ્યું કે, ‘‘કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ ચતુર અને શિલિત છે. મોદીજી, વિજયનજી, તમે બંને ગુજરાત કે અન્‍ય સ્‍થળોના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ નહીં બનાવી શકો.ૅ ખડગેએ કહ્યું, LDF અને ભાજપ સાથે મળીને આગળ વર્ષી રહ્યા છે અને કોંગ્રેસ પર હુમલા કરી રહ્યા છે. દિલ્‍હીમાં મોદી અને કેરળમાં વિજયન બંનેની કામ કરવાની શૈલી સમાન છે. તેઓ સત્તાને પોતાના હાથમાં કેન્‍દ્રિત રાખવા માંગે છે.''

તેમણે દાવો કર્યો હતો કે, ‘‘હકીકતમાં, મેં લોકોને કહેતા સાંભળ્‍યા છે કે પિનારાઈ વિજયન કેરળના મોદી છે અને ભાજપ તથા ન્‍ઝજ્‍ એ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ગુપ્ત રીતે કાવતરું પડયું છે.ૅ ખડગેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિજયન પર મોદીનું નિયંત્રણ છે. તેમણે દલીલ કરી હતી કે, 'તેઓ (વિજયન) હવે સ્‍વતંત્ર માણસ રહ્યા નથી.ૅ

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ સૌથી વધુ કોમવાદી પક્ષ છે અને તે આરએસએસ સાથે મળીને દેશનો વિનાશ કરશે. ખડગેએ પીએમ મોદીને ૅજૂકૉ પણ કહ્યા હતા અને લોકોને તેમના પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન સત્તામાં આવ્‍યા પછી દર વર્ષે બે કરોઠ નોકરીઓ આપવાના તેમના વચનને પૂરું કરવામાં નિષ્‍ફળ રહ્યા છે.

(10:27 AM IST)