<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પાંચ રાજ્‍યોની વિધાનસભા ચૂંટણીમાં હવામાન ગેમ-ચેન્‍જર બનશે!!

આગ ઝરતી ગરમી અને મોસમી તોફાનના માહોલમાં મતદાનની પેટર્ન બદલાઈ શકે છે

નવી દિલ્‍હી,તા.૦૬: પરસેવો રેલાવતી ગરમીના આ મહિના એપ્રિલમાં દેશના પાંચ રાજ્‍યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં મતદાન કરવા માટે ૧૭.૪ કરોડ મતદારો ઉત્‍સુક છે ત્‍યારે પ્રશ્ન ઊઠે છે, કે શું ઋતુ અને જળ-વાયુ પરિવર્તન (કલાઈમેટ ચેન્‍જ) ની કોઈ અસર આ ચૂંટણી પર પડશે ? આ એક, ઓછું દેખાતું, પરંતુ લોકતાંત્રિક પ્રક્રિયામાં નિર્ણાયક બની રહે એટલી તાકાત ધરાવતું પરિબળ છે.

જ્‍યાં વિધાનસભા ચૂંટણી યોજાવાની, છે એ પાંચ રાજ્‍યો પヘમિ બંગાળ, કેરળ આસામ, તમિલનાડુ, અને પુડુચેરીમાં કુલ ૮૨૪ ચૂંટણી મત વિસ્‍તારો છે. ૨.૧૯ લાખથી વધુ મતદાન કેન્‍દ્રો છે. અહીં ૨૫ લાખથી વધુ ચૂંટણી-અધિકારીઓ તૈનાત કરાશે. ગરમી અને સંભવિત વરસાદ મતદાનની પૂરી પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી શકે છે.

ભારતમાં એપ્રિલ મહિનો, ઘણા વર્ષોથી ચોમાસાના અગાઉના તબક્કાની શરૂઆતનું પ્રતીક બનતો રહ્યો છે. આ સમયગાળામાં ગરમી વધે છે, જ્‍યારે ક્‍યારેક -ક્‍યારેક તોફાન પણ આવે છે. જોકે હવે આ પરંપરા ધીરે-ધીરે બદલાતી જઈ રહી છે. ભારત મોસમ-વિજ્ઞાન વિભાગ (ઈન્‍ડિયન મીટિઅરોલોજિકલ ડિપાર્ટમેન્‍ટ-આઈએમડી) ની વિગતો પરથી ખ્‍યાલ આવે છે કે છેલ્‍લા પાંચ વર્ષોથી એપ્રિલની ઋતુ ઝડપભેર બદલાઈ છે. ઉષ્‍ણતામાન, સતત સામાન્‍યથી વધુ રહ્યું છે.

એપ્રિલ, ૨૦૨૨ નો મહિનો સૌથી ગરમ મહિનાઓ પૈકીનો એક હતો. એ મહિનામાં ઉષ્‍ણતામાન સરેરાશથી ૧.૩૬ પછીના ડિગ્રી સેન્‍ટિગ્રેડ વધુ હતું. એ વર્ષોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઘટતું-વધતું રહ્યું. એક વર્ષ ઓછો, તો એના પછીના વર્ષે વધુ વરસાદ થયો. સાથે જ તોફાન અને વીજળી પડવાની ઘટનાઓમાં પણ વૃધ્‍ધિ થઈ. ચૂંટણીવાળા રાજ્‍યો માટે આ અસ્‍થિરતા નક્કર જોખમોમાં બદલાઈ જાય છે.

આઈએમડીના તાજા પૂર્વાનુમાનને માનીએ તો મતદાન અગાઉ પヘમિ બંગાળ તથા આસામમાં મોટાપાયે વરસાદ અને ગર્જના સાથે ઝાપટાં પડશે. આ તોફાન-દરમિયાન મોટા ભાગે વીજળી પણ પડે છે. જેના પરિણામે વાહન વ્‍યવહારમાં રૂકાવટ ઊભી થાય છે. નગરોના પ્રાથમિક માળખાને નુકસાન થઈ શકે છે, જે મતદારોને મતદાનથી અળગા રાખી શકે છે. ખાસ કરીને ગ્રામીણ તથા પૂર-સંભવિત જિલ્‍લાઓમાં આવું થવાની શક્‍યતા વધુ રહે છે. પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં, ચોમાસા અગાઉ આવતા આ તોફાનોને ‘‘નોર્વેસ્‍ટર'' અથવા ‘‘કાળ બૈશાખી'' ના નામે ઓળખવામાં આવે છે. ટૂંકા સમયગાળા માટે આવતું આ તોફાન એટલું ધારદાર હોય છે કે ભારે નુકસાન પહોંચાડી શકે છે.

દક્ષિણ બાજુ એક અલગ પ્રકારનો ભય તોળાઈ રહ્યો છે. તમિલનાડુ અને કેરળ ભીષણ ગરમીના સામના માટે તૈયાર થઈ રહ્યા છે. જેને વધુ ભેજ, ઓર વધારી રહ્યો છે. આવી સ્‍થિતિઓ ‘‘વેટ-બલ્‍બ'' તાપમાનના જોખમને વધારી દે છે.

(10:37 AM IST)