<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

યુધ્‍ધ­­ને ભડકાવ્‍યુ નેતન્‍યાહુએ અને હવે યુધ્‍ધમાંથી ખસી જશે પ્રથમ ટ્રમ્‍પ

અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુધ્‍ધ શરૂ કરનાર કોણ? : ઇરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઇને ખત્‍મ કરવાની સલાહ અમેરિકાને ઇઝરાયેલ દ્વારા જ અપાઇ હતી ટ્રમ્‍પ ને નેતન્‍યાહૂનું એ સુચન રૂચિકર લાગ્‍યુ અને અમલ કરાયો આ યુધ્‍ધ હવે થર્ડ ન્‍યુકલીયર વોર તરફ આગળ વધી રહ્યું છે.

(મહમદ  રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૬: ફેબ્રુઆરીની અંતિમ ૨૮મી તારીખેઇઝરાયેલ -અમેરિકા એ સંયુકત રીતે ઇરાન પર અચાનક હવાઇ હૂમલો કરીને ઇરાન ના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઇને શાહીદ કરી નાખ્‍યા. બસ ત્‍યાર થી આ યુધ્‍ધ નો પ્રારંભ થયો અને ઇરાન દ્વારા આ યુધ્‍ધમાં સામે અમેરિકા જેવો સક્ષમ દેશ છતા મક્કમતાથી મુકાબલો કરી, અનેક હૂમલાઓ-ધમકીઓ છતા યુધ્‍ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે અને યુધ્‍ધમાં અમેરિકા-ઇઝરાયેલના તમામ પ્રયાસો અસફળ જોવા મળી રહ્યા છે.

એક આヘર્યજનક બાબત આ યુધ્‍ધ શરૂ થયુ ત્‍યારથી અત્‍યાર સુધી નીરંતર જોવા મળી રહી છે. તે એ છે કે ઇરાન દ્વારા અમેરિકાને જવાબી કાર્યવાહી રૂપે ખાડી દેશો પૈકી જયાં જયાં અમેરિકી બેઝ છે. અમેરિકી સપોર્ટ સ્‍થાનો છે ત્‍યાં ત્‍યાં મીસાઇલ્‍સ ડ્રોન્‍સ હુમલાઓ તો થઇ જ રહ્યા છે. પણ સાથે સાથે એથી વધુ હુમલાઓ ઇઝરાયેલ પર ઇરાન દ્વારા અને તેના સહયોગીઓ દ્વારા સતત થઇ રહ્યા છે. અટકાયા વિના, કારણ કે ઇરાન પુરી રીતે સમજી રહ્યું છે કે આ યુધ્‍ધ ને ભડકાવનાર દેશ ઇઝરાયેલના શાસક નેતન્‍યાહૂ છે જેથી ઇરાન નો મુખ્‍ય ટાર્ગેટ ઇઝરાયેલ જ જોવા મળી રહેલ છે.

ઇરાને ગઇકાલે એક જ દિવસમાં પાંચ અમેરિકી લડાક વિમાનો ને તોડી પાડયા જે એ કારણે શકય બન્‍યું છે કે રશિયા અને ચીન દ્વારા ઇરાન ને જરૂરી આધૂનિક યુધ્‍ધ સામ્રગીઓ સતત મળી રહી છે.

ટ્રમ્‍પ દ્વારા આ અગાઉ પણ સમય અવધિ સાથે ઇરાન ને ઘણી ધમકીઓ અપાઇ ચુકી છે. છેલ્‍લા ૪૮ કલાકની અપાયેલી ધમકી ની સમય અવધિ પણ આજે પુરી થઇ રહી છે. ત્‍યારે યુધ્‍ધમાંથી ખસી જવા સન્‍માન સ્‍થિતિ ની શોધમાં ટ્રમ્‍પ ઇરાન પર આજ-કાલમાં ફરી હૂમલો કરશે અને યુધ્‍ધ સ્‍થિતિને વધુ ગંભીર બનાવશે.

આ યુધ્‍ધ હવે થર્ડ ન્‍યુકલીયર વર્લ્‍ડવોર તરફ સરી રહ્યુ છે. તે ગંભીરતાને ટ્રમ્‍પ જો સમજી નહી શકે તો અમેરિકામાં નેૈતૃત્‍વ પરિવર્તનની સંભાવના વધી રહી છે. આ બીજા શાસનકાળમાં ટ્રમ્‍પે ઘણા દેશનેતાઓ સાથે અપમાનજનક બિભત્‍સ ગાળાગાળી કરી છે. સામે તેનેપણ ઇરાને જ આપ્‍યો છે એ નોંધનીય બાબત છે.

(11:41 AM IST)