હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા : અમિતભાઈ શાહ, નીતિન નબીન અને યોગી આદિત્યનાથે પણ વ્યક્ત કર્યો આભાર : જુઓ વિડીયો
6 એપ્રિલ 1980ના રોજ જન્મેલો પક્ષ આજે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ : જનસંઘથી ભાજપ સુધીની ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પની 47 વર્ષની ઐતિહાસિક સફર અને અંત્યોદયના સિદ્ધાંત પર ભાર

दृढ़ संकल्प वह शक्ति है, जो कठिन से कठिन चुनौती को भी आसान बना देती है। हमारे परिश्रमी कार्यकर्ता इसके जीवंत उदाहरण हैं, जिन्होंने अपने समर्पण और सेवा-भाव से भाजपा को इस ऐतिहासिक ऊंचाई तक पहुंचाया है। पार्टी के स्थापना दिवस पर उन्हें मेरी ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) April 6, 2026
सिद्धिः साध्ये… pic.twitter.com/l9XNM8Djsn
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના ટોચના નેતાઓએ પક્ષના લાખો કાર્યકરોને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યકરોની મહેનત અને સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું કે, દ્રઢ સંકલ્પ દરેક પડકારને સરળ બનાવી દે છે. તેમણે ‘ઈન્ડિયા ફર્સ્ટ’ના સિદ્ધાંત અને સેવા ભાવને ભાજપની સાચી ઓળખ ગણાવી હતી.
નેતાઓએ વ્યક્ત કર્યો રાષ્ટ્ર પુનઃનિર્માણનો સંકલ્પ:
ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભાજપની સ્થાપનાને માત્ર રાજકીય ઘટના નહીં પરંતુ રાષ્ટ્ર પુનઃનિર્માણનો સંકલ્પ ગણાવ્યો હતો. તેમણે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ને પાર્ટીની મુખ્ય ઉપલબ્ધિ ગણાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ ગણાવતા તેને સેવા, સંસ્કાર અને સમર્પણ પર આધારિત વિચારધારા વાળો સંગઠન ગણાવ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને પણ આ યાત્રાને અસંખ્ય કાર્યકરોની ત્યાગ અને તપસ્યાની વાર્તા ગણાવી હતી.
ઐતિહાસિક પ્રવાસ - જનસંઘથી ભાજપ સુધી:
ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી, પરંતુ તેના મૂળ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત ભારતીય જનસંઘમાં જોડાયેલા છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આપેલો ‘અંત્યોદય’નો સિદ્ધાંત આજે પણ પક્ષની નીતિનો મુખ્ય આધાર છે. 1975માં કટોકટી દરમિયાન જનસંઘ અન્ય પક્ષો સાથે મળીને જનતા પાર્ટીમાં ભળી ગયો હતો, પરંતુ વૈચારિક મતભેદોને કારણે 1980માં ગઠબંધન તૂટતા ભાજપનું ગઠન કરવામાં આવ્યું હતું.
સંઘર્ષથી લઈને સત્તાના શિખર સુધી
1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી, પરંતુ રામ જન્મભૂમિ આંદોલન બાદ પક્ષની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો હતો. 1989માં 80થી વધુ બેઠકો અને 1996માં 161 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1999માં ભાજપે કેન્દ્રમાં પ્રથમવાર પૂર્ણ કાર્યકાળવાળી સરકાર બનાવી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન તરીકે ઉભરી આવ્યું છે અને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. 47 વર્ષની આ સફરમાં ભાજપે એક નાના સંગઠનથી લઈને દેશના સૌથી પ્રભાવશાળી પક્ષ બનવા સુધીની મંજિલ તય કરી છે.
राष्ट्रहित सर्वोपरि के संकल्प के प्रति समर्पित भाजपा के स्थापना दिवस की सभी कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएँ।
— Amit Shah (@AmitShah) April 6, 2026
डॉ श्यामा प्रसाद मुखर्जी जी और पंडित दीनदयाल उपाध्याय जी की राष्ट्रवादी चिंतन और वैचारिक प्रेरणा से बनी भारतीय जनता पार्टी की स्थापना केवल एक राजनीतिक घटना नहीं,… pic.twitter.com/kIbrpgM0Ke
भारतीय जनता पार्टी के स्थापना दिवस के पावन अवसर पर विश्व के सबसे बड़े राजनीतिक दल के सभी समर्पित कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएं।
— Nitin Nabin (@NitinNabin) April 6, 2026
जनसंघ काल से लेकर आज दुनिया की सबसे बड़ी पार्टी बनने तक की यह यात्रा असंख्य कार्यकर्ताओं के त्याग, तपस्या और बलिदान की कहानी है। डॉ. श्यामा प्रसाद… pic.twitter.com/R8wWUuieOu









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
