હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધ અને કુદરતી આફતો વચ્ચે ભારત બન્યું પડોશી દેશો માટે સંકટમોચક
બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને ઈંધણ તથા જીવનરક્ષક સામગ્રીની મદદ કરી

નવી દિલ્હી, તા.૬: વૈશ્વિક રાજનીતિના ફલક પર ભારત એક સક્ષમ અને ઉદાર શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં એશિયાના અનેક દેશો તેલ અને ગેસ માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે ભારતે વ્યૂહાત્મક સ્વાયત્તતાનો ઉપયોગ કરી પોતાના જહાજો માટે સુરક્ષિત માર્ગ સુનિヘતિ કર્યો છે. આ કપરા સમયમાં ભારતે માત્ર પોતાનો સ્વાર્થ ન જોતા, આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને હજારો ટન પેટ્રોલ-ડીઝલની તાત્કાલિક ખેપ મોકલી છે. રાષ્ટ્રપતિ દિસાનાયકે ભારતની આ ત્વરિત સહાયને બિરદાવતા તેને શ્રીલંકાના અર્થતંત્ર માટે સંજીવની સમાન ગણાવી છે.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછીના તણાવપૂર્ણ સંબંધોને બાજુ પર રાખીને ભારતે માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. ઇન્ડિયા આઉટ ઝુંબેશ ચલાવનાર તારિક રહેમાનની નવી સરકારે જ્યારે ઉર્જા કટોકટીમાં મદદ માંગી, ત્યારે ભારતે મૈત્રી પાઇપલાઇન દ્વારા આસામથી હાઇ-સ્પીડ ડીઝલનો પુરવઠો વધારી દીધો. માર્ચ મહિનામાં જ ૫,૦૦૦ ટનથી વધુ ડીઝલ મોકલીને ભારતે સાબિત કર્યું કે પડોશી દેશોની સ્થિરતા તેના માટે સર્વોપરી છે. બાંગ્લાદેશના ગાર્મેન્ટ ઉદ્યોગને બચાવવા માટે ભારતનો આ સહયોગ અત્યંત નિર્ણાયક સાબિત થયો છે.
બીજી તરફ, કુદરતી આફતોનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન માટે પણ ભારત મસીહા બન્યું છે. ભૂકંપ અને પૂરથી બેહાલ થયેલા અફઘાન લોકો માટે ભારતે દવાઓ, સ્વચ્છતા કીટ અને જીવનજરૂરી સામગ્રીના વિમાન ભરીને રવાના કર્યા છે. ભારત પાસે બે મહિનાનો ઈંધણ સ્ટોક હોવા છતાં, કોઈ પણ ગભરાટ વગર પડોશી દેશોની વિનંતી પર જે રીતે સહાયનો હાથ લંબાવ્યો છે, તેણે દક્ષિણ એશિયામાં ભારતનો પ્રભાવ વધાર્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત દરેક કેસનું મૂલ્યાંકન કરી મહત્તમ મદદ કરવા કટિબદ્ધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
