<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ઈરાન વિરુધ્‍ધ આકરી ભાષા ટ્રમ્‍પને ભારે પડશે? ખુરશી પર સંકટ

અપમાનજનક ભાષાના ઉપયોગ બાદ વોશિંગ્‍ટનમાં રાજકીય ભૂકંપઃ ૫ સાંસદોએ ટ્રમ્‍પને અસમર્થ ગણાવી પદ પરથી હટાવવા અને જે.ડી. વાન્‍સને સત્તા સોંપવાની માંગ સાથે મોરચો ખોલ્‍યો

વોશિંગ્‍ટન, તા.૬: ઇસ્‍ટર રવિવારના પવિત્ર દિવસે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન સામે અપમાનજનક અને અત્‍યંત આક્રમક ભાષાનો ઉપયોગ કરતા અમેરિકી રાજકારણમાં ભૂકંપ આવ્‍યો છે. ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપતા લખ્‍યું હતું કે, હોર્મુઝને ખોલી નાખો, નહીં તો તમે નરકમાં જીવશો. આ પોસ્‍ટમાં તેમણે ઈરાની નેતાઓને ક્રેઝી બાસ્‍ટર્ડ્‍સ કહીને સંબોધ્‍યા હતા. આ પ્રકારની અસંસદીય ભાષા અને યુદ્ધ જેવી ધમકીઓને કારણે અમેરિકાના વિરોધ પક્ષના નેતાઓ અને કેટલાક કાયદા ઘડનારાઓએ ટ્રમ્‍પની માનસિક સ્‍થિતિ પર સવાલો ઉઠાવ્‍યા છે.

આ ઘટના બાદ અમેરિકી કોંગ્રેસના સભ્‍યો બેકા બેલિન્‍ટ, ક્રિસ મર્ફી અને યાસ્‍મીન અન્‍સારી જેવા નેતાઓએ ટ્રમ્‍પને પદ પરથી હટાવવા માટે ૨૫મા બંધારણીયના અમલીકરણની માંગ કરી છે. તેઓનું માનવું છે કે ટ્રમ્‍પ રાષ્‍ટ્રપતિ તરીકેની પોતાની ફરજો નિભાવવા માટે અસમર્થ છે અને તેમની આવી વર્તણૂક વિશ્વ શાંતિ માટે ખતરો બની શકે છે. જો ઉપરાષ્‍ટ્રપતિ જે.ડી. વાન્‍સ અને કેબિનેટના બહુમતી સભ્‍યો આ સુધારાને મંજૂરી આપે, તો ટ્રમ્‍પની સત્તા છીનવાઈ શકે છે અને વાન્‍સ કાર્યકારી રાષ્‍ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી શકે છે.

યુએસ બંધારણનો ૨૫મો સુધારો રાષ્‍ટ્રપતિને તેમની અસમર્થતાના કિસ્‍સામાં પદ પરથી દૂર કરવાની સત્તા આપે છે. જોકે, આ પ્રક્રિયા અત્‍યંત જટિલ છે કારણ કે તેમાં કેબિનેટની સંમતિ અને ત્‍યારબાદ સંસદના બંને ગળહોમાં બે-તળતીયાંશ બહુમતીની જરૂર પડે છે. વ્‍હાઇટ હાઉસે હાલમાં આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને જણાવ્‍યું છે કે રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પ રજા પર હોવા છતાં દેશના હિતમાં સતત કામ કરી રહ્યા છે. પરંતુ, ઈરાન સાથે વધતા તણાવ અને દેશની અંદર જ ઉઠી રહેલા વિરોધના સૂરો ટ્રમ્‍પ માટે ૨૦૨૬ની આ સૌથી મોટી રાજકીય કસોટી સાબિત થઈ રહી છે.

(2:56 PM IST)