<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

જેની પ્રકૃતિ વિશ્વ કલ્‍યાણ માટેની જ હોય છે એ સાધુ છેઃ પૂ. મોરારીબાપુ

ઉતરાખંડની દિવ્‍ય દેવભુમી વિષ્‍ણુપ્રયાગ તિર્થધામમાં ‘માનસ વિષ્‍ણુપ્રયાગ' શ્રી રામ કથાનો શનિવારથી પ્રારંભ

રાજકોટ, તા., ૬ : ઉતરાખંડની દિવ્‍ય દેવભુમી વિષ્‍ણુપ્રયાગ તીર્થધામની ભુમી પરથી ગત શનિવારે પ્રિય બાપુની રામકથા માનસ વિષ્‍ણુ પ્રયાગનો મંગલ પરમ શુભારંભ થયો હતો. પ્રથમ દિવસની રામકથાના મુખ્‍ય વિષય વિષ્‍ણુપ્રયાગની ભુમીકા પ્રસ્‍તુત  કરતા પ્રેમસંવાદમાં કહયું કે ઉતરાખંડમાં પંચપ્રયાગ છે. અને ચાર પ્રયાગમાં કથાગાન થયું છે. આજે પાંચમુ પ્રયાગ વિષ્‍ણુપ્રયાગમાં આપણે ભગવાન વિષ્‍ણુ વિશે સંવાદ કરીશુ. આ પુર્વે દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ અને રૂદ્ર પ્રયાગમાં કથાગાન કર્યુ હતું.

ભગવાન વિષ્‍ણુ સંદર્ભનો એક શ્‍લોક જે ખુબ મહત્‍વનો છે. અને તમને સૌને એ શ્‍લોક યાદ છે. શાંન્‍તાકારં ભુજગશયનમ...તો આજે એ શ્‍લોક દ્વારા આપણે વિષ્‍ણુનુ પ્રથમ દર્શન કરીએ. શાંતાકારં જેનો આકાર શાંત છે. વિચાર શાંત છે. જેનો ઉચ્‍ચાર પણ શાંત છે. જેની વૃતી એવી છે એ વૈષ્‍ણવ-વિષ્‍ણુ છે. સર્પોની પથારી પર જે શાન્‍તાકાર છે અને જેના મસ્‍તક પર કાળની ફેણ છે.  તો પણ એ શાંન્‍ત છે. વૈષ્‍ણવનું પહેલુ લક્ષણ શાંત રહેવુ એ છે. આપણે જયારે લક્ષ્મીકાંત બની જઇ છીએ ત્‍યારે વિધ્નો આવે છે. લક્ષ્મીકાંત એક જ છે. આપણે એના સંતાન થઇ શકીએ પણ કાંત નહી. વિષ્‍ણુ મેઘવર્ણ છે એ ચાર્તુવર્ણથી પર છે. મેઘ વાદળને કોઇ વર્ણ નથી હોતો અને ભેદ પણ નથી હોતો. એ ગરીબના ઝુંપડા પર પર વરસે અને અમીરના મહેલ ઉપર વરસે છે. કથામાં ઘણા લોકો અનુગ્રહ લઇને બેસે છે તો કેટલાક લોકો પુર્વ ગ્રહ લઇને બેસે છે એ સુખ પ્રસન્નતા પામે છે પણ પૂર્વગ્રહ લઇને બેસે છે એ લોકો સુખથી વંચિત રહી જાય છે. શિવજી અનુગ્રહથી કથા સાંભળે છે જયારે સતિ પાર્વતી પૂર્વગ્રહ લઇને કથા સાંભળે... છે.... આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિમાં ચિતને વિષ્‍ણુ કહ્યું છે. ઘણા ચિત્ર મલિન છે, ઘણા ચિત નિર્મલ છે. પણ ચિત ઉપર આવરણ આવવાથી ચિત વિક્ષિપ્ત થઇ જાય છે. શાંતિ ક્ષણભંગુર ન હોવી જોઇએ. શાંતિ સાસ્‍વત હોવી જોઇએ. જે સાસ્‍વત શાંતિ વિષ્‍ણુમાં છે. પદ્મનાભ એટલે સૌની સાથે જોડાયેલા રહે પણ સૌથી દુર હોય છે. ઘણા લોકો એવા હોય છે કે જોડાયેલા રહે છે પણ સૌથી દૂર છે. એના માટે આપણી પાસે દૃષ્‍ટિ હોવી જોઇએ, એને જોવા માટેની સૌની પોતપોતાની નિયતી હોય છે એને કોઇપણ બુધપુરૂષ  ટાળપો નથી. સૌની વચ્‍ચે રહીને સૌથી ન્‍યારો હોય છે અને  સૌનો પ્‍યારો પણ બની જાય છે.

 વિશ્વધાર-વિશ્વનો આધાર છે. આકાશ સમાન વ્‍યાપક છે. ગંગન સિધ્‍ધાંત - સંકિર્ણ નહિ. વૈષ્‍ણવ સંકિણ ન હોય. મેધવર્ણ-યજ્ઞ કરવામાં, યજ્ઞોપવિત ધારણ કરવામાં બંધન હોય છે પણ શહભાગતિમાં કોઇ બંધન નથી. વાદળોના કોઇ વર્ણ નથી. ગંગાસતિ  મેધવર્ણી છે, તમારો મોરારિબાપુ પણ મેઘાણી છે તમારે જે અર્થો કરવા હોય તે કરો. માણસે મેધવર્ણી બનવું પડશે. આપણા કેટલાય મહાપુરૂષો મેધવર્ણી છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયુ કે જેની પ્રકૃતિ વિશ્વ કલ્‍યાણ માટેની જ હોય છે એ સાધુ છે. (મનોજ જોશી-રાજકોટ ‘મજો' મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)

(4:20 PM IST)