હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અજિત પવાર વિમાન દુર્ઘટના: તંત્ર-મંત્ર અને કરોડોના શંકાસ્પદ વ્યવહારોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો
અંજલી દમણિયાના SMS એલર્ટ્સના ઘટસ્ફોટ અને રોહિત પવારના 'બ્લેક મેજિક'ના આક્ષેપોએ દુર્ઘટનાને કાવતરામાં ફેરવી

પુણે: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા આકસ્મિક મૃત્યુ બાદ હવે આ ઘટના સામાન્ય અકસ્માત નહીં પણ એક સુનિયોજિત કાવતરું હોવાની શંકાઓ પ્રબળ બની છે. સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ આ મામલે સનસનાટીભર્યા પુરાવા રજૂ કરતા જણાવ્યું છે કે, જે દિવસે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તે જ સમયે સમતા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અસામાન્ય નાણાકીય વ્યવહારો થયા હતા. 27 અને 28 જાન્યુઆરીના રોજ બેંક ખાતામાં થયેલા વ્યવહારોના SMS એલર્ટ્સમાં થયેલો આકસ્મિક વધારો કોઈ મોટી આર્થિક લેવડ-દેવડ તરફ ઈશારો કરે છે, જેનો સીધો સંબંધ ધરપકડ કરાયેલા ધર્મગુરુ અશોક ખરાટ સાથે હોવાનું મનાય છે.
આ મામલે રાજકીય ગરમાવો ત્યારે આવ્યો જ્યારે રોહિત પવારે સોશિયલ મીડિયા પર 'કાળા જાદુ' (Black Magic) નો મુદ્દો ઉઠાવ્યો. રોહિત પવારના જણાવ્યા અનુસાર, અજિત પવારના નિવાસસ્થાનની બહાર અગાઉ તંત્ર-મંત્રની વિધિઓ થતી જોવા મળી હતી, જે આ અકસ્માત પાછળ કોઈ અદ્રશ્ય શક્તિઓ અથવા મેલી વિદ્યાનો પ્રયોગ થયો હોવાની આશંકા જન્માવે છે. આ ઉપરાંત, અશોક ખરાટ જે VSR કંપનીના વિમાનનો વારંવાર ઉપયોગ કરતા હતા, તે જ કંપનીનું વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું. આ સંયોગો માત્ર નસીબની રમત છે કે પછી કોઈ ઊંડું ષડયંત્ર, તે તપાસનો વિષય બન્યો છે.
ધારાસભ્ય રોહિત પવારે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક સામાન્ય ધર્મગુરુ પાસે ખાનગી વિમાનમાં મુસાફરી કરવાના પૈસા ક્યાંથી આવતા હતા અને અકસ્માતના દિવસે જ થયેલા કરોડોના વ્યવહારો કોના ઈશારે થયા હતા? વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના કરુણ મોત થયા હતા, પરંતુ હવે આ ઘટનામાં તંત્ર-મંત્ર, શંકાસ્પદ SMS અને અઘોરી વિદ્યાના પ્રવેશથી મહારાષ્ટ્રની જનતામાં ભારે ફફડાટ અને કુતૂહલ જોવા મળી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
