હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળની જનતા આ વખતે કોના પર કળશ ઢોળશે ? મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જોરદાર મુકાબલો
સર્વે મુજબ બંગાળમાં મમતા બેનર્જીની TMC અને ભાજપ વચ્ચે ખૂબ જ રસાકસીભરી જંગ: નવું ગઠબંધન મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મમતા બેનર્જીના મતોમાં ગાબડું પાડી શકે જેનો સીધો ફાયદો ભાજપને થવાની શક્યતા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા MATRIZE ઓપિનિયન પોલે તમામ રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી દીધી છે. આ સર્વે મુજબ, બંગાળમાં આ વખતે મમતા બેનર્જીની TMC અને ભાજપ વચ્ચે ખૂબ જ રસાકસીભરી જંગ જોવા મળી શકે છે.
બંગાળની કુલ 294 બેઠકો પર રમાનારા આ જંગમાં બહુમતી માટે 148 સીટોની જરૂર છે. ઓપિનિયન પોલ અનુસાર:
- TMC: 140-160 બેઠકો (43% વોટ શેર)
- ભાજપ: 130-150 બેઠકો (42% વોટ શેર)
- અન્ય: 8-16 બેઠકો (16% વોટ શેર)
આ આંકડા દર્શાવે છે કે બંને મુખ્ય પક્ષો બહુમતીના આંકડાની આસપાસ છે, જે કોઈપણ તરફ પલ્લું નમાવી શકે છે.
આ વખતની ચૂંટણીમાં હુમાયુ કબીરે TMCથી અલગ થઈને 'આમ જનતા ઉન્નયન પાર્ટી' બનાવી છે અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM સાથે ગઠબંધન કર્યું છે. આ નવું ગઠબંધન મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મમતા બેનર્જીના મતોમાં ગાબડું પાડી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને થવાની શક્યતા છે.
ચૂંટણી પંચ મુજબ બંગાળમાં કુલ 6.44 કરોડ મતદારો છે. પ્રથમ તબક્કા માટે 30 માર્ચે જાહેરનામું બહાર પડ્યું છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 6 મે 2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 2021ની સરખામણીએ આ વખતે જંગ વધુ રસાકસીભર્યો હોવાનું જણાય છે, કારણ કે વોટ શેરમાં ભાજપ અને TMC વચ્ચે માત્ર 1% નો જ તફાવત દેખાઈ રહ્યો છે. બંગાળની જનતા આ વખતે કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
