<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્ર સાઉથ પાર્સ પર ઇઝરાયેલનો બોમ્બમારો

તેહરાનના એરપોર્ટ અને બુશેહર નેવી બેઝની સાથે સાથે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને પણ નિશાન બનાવ્યું : ઈઝરાયલના આ હુમલાને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે અફરાતફરી સર્જાઈ

ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્ર સાઉથ પાર્સ પર ઈઝરાયલ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. આ હુમલાને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે અફરાતફરી સર્જાઈ છે. 

ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનના એરપોર્ટ અને બુશેહર નેવી બેઝની સાથે સાથે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને પણ નિશાન બનાવ્યું છે.

આ હુમલાના જવાબમાં ઈરાને સાઉદી અરેબિયાની

અરામકો રિફાઈનરી અને કુવૈતના એનર્જી મથકો પર હુમલા કર્યા છે.

(9:10 PM IST)