હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 6th April 2026
કાનપુરના ફુલબાગમાં ફળમંડીમાં અચાનક ભીષણ આગ આગ ભભુકતા ખાખ થઇ :અનેક ગેસ સિલિન્ડરો બ્લાસ્ટ
ભીષણ આગથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો : અનેક સિલીડરો બ્લાસ્ટ થતા સ્થિતિ ધૂ ગંભીર બની

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફૂલબાગ વિસ્તારમાં આવેલી ફળ મંડીમાં બપોરના સમયે અચાનક લાગેલી ભીષણ આગે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. આગ એટલી તીવ્ર હતી કે આસપાસના અનેક ગેસ સિલિન્ડરો પણ બ્લાસ્ટ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગનું કારણ વીજળીના પોલ પર થયેલું શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે.
નેહરુ યુવા કેન્દ્ર પાસે આવેલી આ મંડીમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક દુકાનો, ગોદામો અને જથ્થાબંધ સ્ટોર બળીને રાખ થઈ ગયા. મંડીમાં ફળોના પેકિંગ માટે વપરાતા લાકડાના ખોખા, પ્લાસ્ટિક અને પૂંઠા જેવી જ્વલનશીલ સામગ્રી મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં સેંકડો વેપારીઓની જીવનભરની કમાણી અને કરોડો રૂપિયાનો સામાન સ્વાહા થઈ ગયો છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
