હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં રાજકીય ભૂકંપ: પૂર્વ PM કેપી ઓલીને જેલના સળિયા પાછળ જ રહેવું પડશે : સુપ્રીમ કોર્ટે જામીન ફગાવ્યા
વિદ્યાર્થી ગોળીબાર કેસમાં સુપ્રીમ કોર્ટની લાલ આંખ: કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની તાત્કાલિક મુક્તિની આશા પર ફેરવ્યું પાણી : પોલીસને ૭૨ કલાકનું અલ્ટીમેટમ

કાઠમંડુ: નેપાળના રાજકારણમાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે સર્વોચ્ચ અદાલતે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને તાત્કાલિક રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના એ કાળા દિવસો, જ્યારે 'Gen-Z' આંદોલન દરમિયાન નિર્દોષ વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો હતો, તે કેસમાં આ બંને દિગ્ગજ નેતાઓની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે જિલ્લા અદાલતના રિમાન્ડને યોગ્ય ઠેરવતા જણાવ્યું છે કે તપાસના હિતમાં અત્યારે જામીન આપી શકાય નહીં. આ ચુકાદાથી ઓલી સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ન્યાયતંત્રે સ્પષ્ટ કર્યું છે કે કાયદો દરેક માટે સમાન છે.
અદાલતે પોલીસ પ્રશાસન પર પણ લગામ કસતા આદેશ આપ્યો છે કે હવે રિમાન્ડની મુદત આગળ લંબાવવામાં આવશે નહીં. પોલીસ પાસે હવે માત્ર ત્રણ દિવસનો સમય છે જેમાં તેમણે તમામ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવાના રહેશે. કોર્ટે એવી કડક સૂચના આપી છે કે ગુરુવાર સુધીમાં તપાસ પ્રક્રિયા પૂરી કરી બંને નેતાઓને મુક્ત કરવામાં આવે. જોકે, મુક્તિનો અર્થ એ નથી કે તેઓ નિર્દોષ છૂટી ગયા છે; કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગોળીબારના આ ગંભીર કેસની તપાસ અટકાયત વિના પણ ચાલુ જ રહેશે. પોલીસ પર હવે નિર્ધારિત સમયમાં મજબૂત ચાર્જશીટ તૈયાર કરવાનું ભારે દબાણ છે.
નોંધનીય છે કે આ એ જ 'Gen-Z' વિરોધ પ્રદર્શન હતું જેણે નેપાળમાં સત્તા પલટો લાવી દીધો હતો. હિંસા અને ગોળીબારની ઘટનાઓ બાદ કેપી ઓલીની સરકાર પડી ગઈ હતી અને બાલેન શાહે વડાપ્રધાન તરીકે દેશની લગામ સંભાળી હતી. નવી સરકાર હેઠળ જૂની ઘટનાઓની તપાસ તેજ બનતા નેપાળમાં 'પ્રીતિશોધની રાજનીતિ'ના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કાઠમંડુની શેરીઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે થનારી મુક્તિ અને ત્યારબાદની કાનૂની કાર્યવાહી પર આખા દેશની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
