હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મિસાઈલ પર લખ્યું "મૂર્ખ ટ્રમ્પ": ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિની મજાક ઉડાવી ઈઝરાયેલ પર કર્યો પ્રચંડ હુમલો
ટ્રમ્પની ‘પથ્થર યુગ’ની ધમકીનો ઈરાને અનોખો જવાબ આપ્યો; મિસાઈલો પર અપમાનજનક સંદેશા લખી હોર્મુઝની સામુદ્રધુની મામલે યુદ્ધ છેડ્યું, IRGC ના સભ્યોએ વીડિયો વાયરલ કરી વૈશ્વિક રાજકારણમાં મચાવ્યો ખળભળાટ

તેહરાન: મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ હવે વ્યક્તિગત અપમાન અને સીધી ધમકીઓ સુધી પહોંચી ગઈ છે. ઈરાને ઈઝરાયેલ અને ગલ્ફ દેશો પર કરેલા તાજેતરના મિસાઈલ હુમલાઓમાં એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના સભ્યો વિશાળ બેલિસ્ટિક મિસાઈલો પર સ્લોગન લખતા જોવા મળે છે. ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવીને મિસાઈલ પર ગુજરાતીમાં અનુવાદ કરીએ તો "હે મૂર્ખ ટ્રમ્પ, હોર્મુઝ તારા મોં કરતા પણ મોટી છે" તેવા કટાક્ષભર્યા સંદેશાઓ લખવામાં આવ્યા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી છે અને મુત્સદ્દીગીરીના તમામ સ્તરોને ઓળંગી દીધા છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે તો અમેરિકા તેને તોડીને "પથ્થર યુગ" માં ધકેલી દેશે. ટ્રમ્પની આ આક્રમક શૈલીનો જવાબ આપવા માટે ઈરાને આ વ્યંગાત્મક રસ્તો અપનાવ્યો છે. ઈરાની મીડિયા આ વીડિયોને ગૌરવ સાથે પ્રસારિત કરી રહ્યું છે, જે દર્શાવે છે કે તેહરાન હવે વોશિંગ્ટન સામે ઝૂકવાને બદલે આરપારની લડાઈના મૂડમાં છે. મિસાઈલો પર લખાયેલા આ સંદેશા માત્ર શબ્દો નથી, પણ અમેરિકાના અહંકાર સામે ઈરાનનો સીધો પડકાર છે, જેણે યુદ્ધના મેદાનમાં તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે.
આ સૈન્ય સંઘર્ષની અસર હવે વિશ્વના ખૂણેખૂણે વર્તાઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વના કુલ તેલ પુરવઠાનો મહત્વનો ભાગ વહન કરે છે, તે બંધ થવાની ભીતિથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન સતત શાંતિની અપીલ કરી રહ્યા છે, પરંતુ ટ્રમ્પની જીદ અને ઈરાનનો વળતો પ્રહાર જોતા કોઈ પણ રાજદ્વારી ઉકેલ દેખાતો નથી. જો આ સ્થિતિ વધુ વણસશે, તો માત્ર તેલ જ નહીં પણ વૈશ્વિક સપ્લાય ચેઈન ઠપ થઈ જશે અને દુનિયા એક મોટા આર્થિક મહામંદીના વમળમાં ફસાઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
