હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનનું 'ફતેહ-5' મિસાઇલ પરીક્ષણ: ભારત સામે સ્ટીલ્થ વોરની તૈયારી કે માત્ર પ્રોપેગેન્ડા?
ઈરાન યુદ્ધની આડમાં પાકિસ્તાને 1,000 કિમીની રેન્જ ધરાવતી નવી મિસાઇલનો કર્યો દાવો: દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનના શહેરો નિશાના પર હોવાની મીડિયામાં ચર્ચા:

ઇસ્લામાબાદ: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે પાકિસ્તાને તેની 'ફતેહ-5' મિસાઇલના પરીક્ષણની જાહેરાત કરીને દક્ષિણ એશિયામાં સુરક્ષાની નવી ચિંતા જન્માવી છે. પાકિસ્તાની સૈન્ય નિષ્ણાતોનો દાવો છે કે આ મિસાઇલ 'સ્ટીલ્થ' ક્ષમતા ધરાવે છે, એટલે કે તે ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રડારની નજરમાં આવ્યા વિના હુમલો કરી શકે છે. અંદાજે 1,000 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ ઓછી ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે, જે તેને શોધવી અત્યંત મુશ્કેલ બનાવે છે તેવો પાકિસ્તાનનો દાવો છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ, આ મિસાઇલના નિશાના પર ભારતના અનેક મહત્વના શહેરો છે. જેમાં દિલ્હી-NCR, અમૃતસર, ચંદીગઢ ઉપરાંત ગુજરાતનું કચ્છ અને લખપત તેમજ રાજસ્થાનના જેસલમેર અને જયપુરનો સમાવેશ થાય છે. પાકિસ્તાન આ મિસાઇલને ટૂંક સમયમાં પોતાની સેનામાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, સંરક્ષણ વિશ્લેષકો આ દાવાઓને શંકાની નજરે જોઈ રહ્યા છે, કારણ કે સ્ટીલ્થ ટેકનોલોજીની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ભારતની વ્યૂહાત્મક ક્ષમતા સામે પાકિસ્તાનનો આ દાવો કેટલો ટકી શકશે તે મોટો પ્રશ્ન છે. ભારતીય સેના પાસે પાકિસ્તાની સરહદની નજીકથી છોડવામાં આવતી કોઈ પણ મિસાઇલને ટ્રેક કરવા માટે અત્યંત આધુનિક રડાર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ઉપલબ્ધ છે. નિષ્ણાતો માને છે કે ભારત કોઈ પણ જોખમને તેના પ્રક્ષેપણ પહેલા જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આમ, 'ફતેહ-5' એ ખરેખર કોઈ નવો ખતરો છે કે પછી પાડોશી દેશ દ્વારા મનોવૈજ્ઞાનિક દબાણ લાવવાનો એક પ્રયાસ, તે તપાસનો વિષય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
