<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

પાકિસ્તાની સંરક્ષણમંત્રીની કોલકાતા પર હુમલો કરવાની ધમકી પર પીએમ કેમ ચૂપ રહ્યા? : અભિષેક બેનર્જીએ ઉઠાવ્યો સવાલ

તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ પીએમ મોદી પર પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનની કોલકાતા પર હુમલો કરવાની ધમકી પર મૌન રહેવા સામે પ્રશ્ન ઉઠાવ્યો

કોલકતા :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની જેમ, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પર પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનની કોલકાતા પર હુમલો કરવાની ધમકી પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો. શનિવારે સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે તેમનો દેશ ભવિષ્યમાં ભારતના કોઈપણ દુ:સાહસનો જવાબ કોલકાતા પર હુમલો કરીને આપશે. 

 સિલિગુડીમાં એક રેલીને સંબોધતા, અભિષેક બેનર્જીએ વડા પ્રધાન અને તેમના વરિષ્ઠ કેબિનેટ સાથીદારોના મૌનની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ ધમકી પર મૌન રહ્યા છે. તેઓ (આસિફ) પાકિસ્તાનથી કોલકાતા પર હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે, જ્યારે મોદી કૂચ બિહારમાં પ્રચાર કરી રહ્યા છે અને લોકોને તૃણમૂલને સત્તા પરથી દૂર કરવાની અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે શાહ અમને બાંગ્લાદેશી અને પાકિસ્તાની કહે છે, અને જ્યારે તેઓ (પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન) કોલકાતા પર હુમલો કરવાની ધમકી આપે છે, ત્યારે તેઓ મૂક પ્રેક્ષક બની રહે છે. શું આ તમારી 56 ઇંચની છાતી છે?

   કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા, બેનર્જીએ કહ્યું કે મોદી એકમાત્ર એવા નેતા છે જે તેમના રાજકીય વિરોધીઓ સામે સેના, સુરક્ષા દળો અને કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે અન્ય દેશો બાહ્ય દુશ્મનો સામે લડવા માટે તેમની સેનાનો ઉપયોગ કરે છે. અગાઉ, નાદિયા જિલ્લામાં એક રેલી દરમિયાન, મમતા બેનર્જીએ પ્રશ્ન કર્યો હતો કે મોદીએ એક દિવસ પહેલા રાજ્યમાં તેમની ચૂંટણી રેલીઓ દરમિયાન કોલકાતા પર હુમલો કરવાની પાકિસ્તાનની ધમકીનો જવાબ કેમ ન આપ્યો.

મમતાના ભત્રીજાએ કહ્યું, "તમે (વડાપ્રધાન) ચૂંટણી રેલીઓમાં બંગાળને નિશાન બનાવો છો, પરંતુ જ્યારે પાકિસ્તાન બંગાળ પર હુમલો કરવાની વાત કરે છે, ત્યારે તમે ચૂપ રહો છો. તમારે રાજીનામું આપવું જોઈએ." તેમણે પૂછ્યું, "વડાપ્રધાનએ બંગાળમાં તેમની રેલી દરમિયાન આ મુદ્દો કેમ ન ઉઠાવ્યો? જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કોલકાતા પર હુમલો કરવાની વાત કરી હતી, ત્યારે વડા પ્રધાને કેમ ન કહ્યું કે અમે કડક કાર્યવાહી કરીશું."

 

(12:41 AM IST)