<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની દરખાસ્ત ફગાવી દેવાઈ

રાજ્યસભાના અધ્યક્ષ શ્રી એ ૬૩ સાંસદો દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે લાવવામાં આવેલી દરખાસ્તની નોટિસને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

 

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, વિપક્ષી સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરતા મહાભિયોગ પ્રસ્તાવને લોકસભા અને રાજ્યસભા બંનેમાં રજૂ કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વમાં ૬૩ જેટલા રાજ્યસભાના સાંસદોએ આ દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને કોઈપણ કારણ આપ્યા વિના આ દરખાસ્તને ફગાવી દીધી છે. વિપક્ષે ચૂંટણી પંચ પર પક્ષપાતી વર્તન અને મતદાર યાદીની વિશેષ સુધારણામાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. ભારતના સંસદીય ઇતિહાસમાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે નોટિસ આપવાની આ પહેલી ઐતિહાસિક ઘટના હતી.

(9:29 AM IST)