<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

૧૦૦ થી વધુ અમેરિકન કાનૂની નિષ્ણાતોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઇઝરાયેલ સાથે મળીને ઈરાન સામેના યુદ્ધને 'યુદ્ધ અપરાધ' ગણાવતો પત્ર લખ્યો

૧૦૦ થી વધુ યુએસ-આધારિત (અમેરિકન) કાનૂની નિષ્ણાતોએ એક પત્ર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઇઝરાયેલ સાથે મળીને ઈરાન સામે શરૂ કરવામાં આવેલ યુદ્ધ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

 

વૈશ્વિક સમાચાર માધ્યમોના અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેની સંયુક્ત સૈન્ય કાર્યવાહીનો અમેરિકન કાનૂની નિષ્ણાતો અને વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ૧૦૦ થી વધુ કાનૂની નિષ્ણાતોએ સંયુક્ત નિવેદન જારી કરીને ચેતવણી આપી છે કે ઈરાની પાવર પ્લાન્ટ્સ અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાની અમેરિકાની ધમકીઓ અને લશ્કરી પગલાંઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરે છે અને તેને સંભવિત "યુદ્ધ અપરાધ" તરીકે ગણી શકાય છે. આ પત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદાકીય માળખાનું સન્માન કરવા અને યુદ્ધને તુરંત રોકવા માટે અપીલ કરવામાં આવી છે.

(9:33 AM IST)