તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 7th April 2026
અમેરિકામાં પાટીદાર ડોક્ટર પર મેડિકલ ફ્રોડ કેસ
સેટલમેન્ટ માટે ચૂકવશે ૧૪ મિલિયન ડોલર

વોશિંગ્ટન,તા.૦૭: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટર જિતેશ પટેલ અને તેમની યુરોલોજી સંસ્થા એડવાન્સ યુરોલોજી પર દર્દીઓ પર બિનજરૂરી મેડિકલ પ્રક્રિયા કરીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસ ઉકેલવા તેમણે ૧૪ મિલિયન ડોલરની ચૂકવણી કરવા સહમતિ પણ આપી છે.
અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર એટલાન્ટા સ્થિત એડવાન્સ્ડ યુરોલોજી અને ડો. પટેલ આ રકમ ફોલ્સ ક્લેમ્સ એક્ટ અને જોર્જિયા મેડિકેડ ક્લેમ્સ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા દાવાનો નિકાલ લાવવા માટે કરશે.
સંસ્થાએ મેડિકેર, ટ્રાઈકેર તથા અન્ય સરકારી સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં યુરોલોજિકલ અને ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા માટે બિલ વસૂલ્યું હતું. જોકે કેટલાક કિસ્સામાં આ ટેસ્ટ કરવામાં આવ્યા નહોતા. તેમજ અમુક કિસ્સામાં તેની તબીબી રીતે જરૂર નહોતી.
વ્હીસલબ્લોઅર્સે એડવાન્સ્ડ યુરોલોજીના પૂર્વ કર્મચારી અને આ સુવિધાના પૂર્વ ડોક્ટર હિમાંશુ અગ્રવાલ સામેલ હોવાનું પણ જણાવ્યું હતું. આ યુરોલોજીનું એકમનું સમગ્ર નેટવર્ક પટેલ તથા અન્ય લોકો માટે મહત્તમ નફો કમાવવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યું હતું.
ડોક્ટર જિતેશ પટેલ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બિનજરૂરી સિસ્ટોસ્કોપ અને રેટ્રોગ્રેડ પાયલોગ્રામ પ્રક્રિયા કરવીનો સમાવેશ થાય છે. જેમાં દર્દીને એનેસ્થેસિયા આપીને મૂત્રમાર્ગ દ્વારા બ્લેડર સુધી સ્કોપ નાંખવામાં આવે છે. આ ઉપરાંત દરેક દર્દીનો ઈલેક્ટ્રોમાયોગ્રાફી ટેસ્ટ કરાવાયો હતો. સામાન્ય યુરોલોજી પ્રેક્ટિસમાં આ ટેસ્ટ ખૂબ ઓછો કરવામાં આવે છે.
તેમજ મોટી સંખ્યામાં બિનજરૂરી અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવવા, ડાયરેક્ટ વિઝ્યુઅલ ઈન્ટરનલ યુરેથ્રોટોમી જેવી જાટિલ પ્રક્રિયાના નામે બિલ કરવા પણ સામેલ છે. આ બધા માટે નિર્ધારીત કરતા અનેક ગણો વધારે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડોક્ટર જિતેશ પટેલે લગભગ દરેક નવા દર્દીની બિનજરૂરી તપાસ કરી હતી. તેમજ ન કરવામાં આવેલી સર્જરી માટે પણ ચાર્જ વસૂલ્યો હતો.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
