<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

હાર્ટએટેકની આગાહી કરતા ઇલેકટ્રોનિક ડિવાઇસ ભારતીય દર્દીઓ માટે નકામા

આ મોડેલ્‍સ ભારતીય દર્દીઓમાં હાર્ટએટેકના જોખમને ઓછું આંકે છેઃ અભ્‍યાસ

નવી દિલ્‍હી,તા.૦૭: સામાન્‍ય રીતે ઉપયોગમાં લેવાતા હાર્ટ ડિસીઝ રિસ્‍ક કેલ્‍ક્‍યુલેટર્સ ભારતીયોમાં મોટા પ્રમાણમાં જોખમ ધરાવતા લોકોને ઓળખવામાં નિષ્‍ફળ જઈ રહ્યા હોઈ એવી શક્‍યતા રહેલી છે. તાજેતરમાં હાથ ધરાયેલાં નવા સંશોધન મુજબ, લગભગ ૮૦ ટકા એવા દર્દીઓ જેમને અંતે હાર્ટ એટેક આવ્‍યો હતો, તેઓને અગાઉ ‘હાઇ-રિસ્‍ક' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્‍યા નહોતાં.

 આ સંશોધન ગોવિદ વલ્‍લભ પંત ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ, એસિક મેડિકલ કોલેજ (ફરીદાબાદ) અને AIIMS (દિલ્‍હી)કેન્‍સર રજિસ્‍ટ્રી સહિતના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

આ અભ્‍યાસમાં પ્રથમ વખત હાર્ટ એટેક આવેલા ૪,૯૭૫ દર્દીઓ પર તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્‍યું કે વિશ્વભરના પાંચ મુખ્‍ય રિસ્‍ક આગાહી મોડેલ્‍સ વ્‍યક્‍તિઓને અલગ- અલગ રીતે વર્ગીકૃત કરે છે, જે દક્ષિણ એશિયાઈ લોકો માટે તેમની વિશ્વસનીયતા અંગે ચિતાઓ ઉભી કરે છે. સંશોધકોએ Framingham Risk Score (FRS), ACC/AHA ASCVD 2013 મોડેલ, WHO રિસ્‍ક ચાર્ટ્‍સ, JBS-3 કેલ્‍ક્‍યુલેટર અને નવા Predicting Risk of Cardiovascular Disease Events (PREVENT) સ્‍કોર જેવા વ્‍યાપક રીતે ઉપયોગમાં લેવાતા સાધનોની તુલના કરી હતી.

તેમણે શોધ્‍યું કે કેટલાક મોડેલ્‍સ લગભગ ૨૦ ટકા દર્દીઓને ‘હાઇ-રિસ્‍ક' તરીકે દર્શાવે છે, જ્‍યારે અન્‍ય મોડેલ્‍સ ઘણાં ઓછા દર્દીઓને ઓળખે છે. ખાસ કરીને ASCVD 2013 મોડેલ માત્ર લગભગ ૧૨.૩ ટકા દર્દીઓને જ ‘હાઇ-રિસ્‍ક' તરીકે દર્શાવે છે, એટલે કે મોટાભાગના લોકોને ‘લો' અથવા ‘મોડરેટ રિસ્‍ક' કેટેગરીમાં મૂકવામાં આવ્‍યા હતા.

‘‘જ્‍યારે અમે ભારતીય હાર્ટ એટેક દર્દીઓને આ પヘમિી મોડેલ્‍સ દ્વારા તપાસીએ છીએ, ત્‍યારે ઘણા દર્દીઓ ખોટી રીતે વર્ગીકૃત થાય છે. શારીરિક રીતે તેઓને ‘હાઇ-રિસ્‍ક' માનવા જોઈએ, ખાસ કરીને કારણ કે તેઓને અંતે હાર્ટ એટેક આવ્‍યો છે, પરંતુ આ મોડેલ્‍સ તેમને લો અને મધ્‍યમ જોખમવાળા જૂથમાં મૂકે છે, જે રોકથામ માટે ગંભીર ચિતા ઊભી કરે છે,'' જીબી પંત હોસ્‍પિટલના કાર્ડિયોલોજી પ્રોફેસર અને અભ્‍યાસ સાથે સંકળાયેલા સંશોધક ડો. મોહિત ગુપ્તાએ PTI જણાવ્‍યું હતું.

(10:18 AM IST)