<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

બંગલાદેશ બોર્ડર પર હવે પહેરો આપશે સાપ અને મગર

BSFનો અનોખો પ્‍લાનઃ આ ડ્રોન, સેન્‍સર અને આધુનિક કેમેરાનું નેટવર્ક પણ ગોઠવવામાં આવશે

નવી દિલ્‍હી,તા.૦૭: ભારત અને બંગલાદેશ વચ્‍ચે આવેલી સરહદ ઘણી ખુલ્‍લી હોવાથી ઘૂસણખોરીનો ખતરો રહે છે, પણ હવે નદી દ્વારા ઘૂસણખોરી કરનારાઓને રોકવા માટે બોર્ડર સિક્‍યોરિટી ફોર્સ (BSF)એ  અનોખો પ્‍લાન બનાવ્‍યો છે અને એમાં પ્રાકૃતિક અવરોધ ઊભા કરવા માટે સાપ અને મગરનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ સંદર્ભમાં કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

બંગલાદેશ સાથેના સંવેદનશીલ સીમા વિસ્‍તારમાં સામાન્‍ય વાડ લગાવવાનું સંભવ નથી. અહીં લગભગ ૪૦૯૬ કિલોમીટરની સરહદમાં ૧૭૫ કિલોમીટર સરહદમાં નદી અને કાદવકીચડવાળી જમીન છે. એમાં ઘૂસણખોરી, દાણચોરી અને અન્‍ય ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવી અશક્‍ય બને છે. આથી આવા વિસ્‍તારોમાં સાપ અને મગર છોડવામાં આવશે. આ સિવાય ડ્રોન, સેન્‍સર અને આધુનિક કેમેરાનું નેટવર્ક પણ ગોઠવવામાં આવશે.

 

(10:54 AM IST)