હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાની નાગરિકોને ચેતવણી : રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેનમાં મુસાફરી ન કરવા અથવા રેલવે લાઇનની આસપાસ ન જવા માટે સૂચના
ઇઝરાયેલી સંરક્ષણ દળોએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ધારિત સમય દરમિયાન રેલવે નેટવર્કનો ઉપયોગ કરવો અથવા રેલવે ટ્રેકની નજીક રહેવું જીવલેણ સાબિત થઈ શકે છે

ઈઝરાયેલ પર પણ ઈરાન દ્વારા સતત મિસાઈલો છોડવામાં આવી રહી છે સતત વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલની સેના (IDF) એ ઇરાનના સામાન્ય નાગરિકો માટે એક અત્યંત મહત્વની અને તાકીદની ચેતવણીજારી કરી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા આ આદેશ મુજબ, ઇરાની લોકોને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેનમાં મુસાફરી ન કરવા અથવા રેલવે લાઇનની આસપાસ ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
ઇઝરાયેલી સંરક્ષણ દળોએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ધારિત સમય દરમિયાન રેલવે નેટવર્કનો ઉપયોગ કરવો અથવા રેલવે ટ્રેકની નજીક રહેવું જીવલેણ સાબિત થઈ શકે છે અને તેનાથી જીવનું જોખમ ઊભું થઈ શકે છે. આ પ્રકારની એડવાઇઝરી સૂચવે છે કે ઇઝરાયેલ આગામી સમયમાં ઇરાનના પરિવહન માળખા અથવા વ્યૂહાત્મક રેલવે લિંક્સને નિશાન બનાવી શકે છે, જેના કારણે નાગરિકોને સંભવિત હુમલાઓથી દૂર રહેવા માટે પૂર્વસૂચના આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
