<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

૭૦ વર્ષના શેખે ૧૯ વર્ષની યુવતી સાથે કર્યા લગ્નઃ દુલ્‍હનને આપી એવી ભેટ કે દુનિયાભરમાં થઈ ચર્ચા!

શેખે પોતાની દુલ્‍હનને એક નવી રોલ્‍સ રોયસ લક્‍ઝરી કાર ગિફટ કરી હતીઃ આ સિવાય તેમણે અંદાજે ૫ કિલો સોનાની ઇંટો પણ ભેટમાં આપી

દુબઇ,તા.૦૭: પ્રેમમાં ઉંમરનો તફાવત હોય કે ન હોય, પણ અમીરી અને લક્‍ઝરીની આગળ બધું જ ફીકું પડી જાય છે. સૌદી અરેબિયામાં થયેલા એક લગ્નનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ લગ્નમાં વર અને કન્‍યા વચ્‍ચેના ઉંમરના તફાવતે જેટલા લોકોને હેરાન કર્યા છે, તેટલી જ વેડિગ ગિફટની લિસ્‍ટ પણ ચર્ચામાં છે. એક ૭૦ વર્ષના અમીર શેખે ૧૯ વર્ષની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન પછી શેખે પોતાની નવી બેગમને એટલી ભારેખમ ભેટ આપી છે કે, આખી દુનિયા હેરાન છે. લોકો આ લગ્નને પૈસાના કારણે સફળ ગણાવી રહ્યા છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

લગ્નના તરત જ પછી શેખે પોતાની દુલ્‍હનને એક નવી રોલ્‍સ રોયસ લક્‍ઝરી કાર ગિફટ કરી હતી. આ સિવાય તેમણે અંદાજે ૫ કિલો સોનાની ઇંટો પણ ભેટમાં આપી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં દુલ્‍હન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. શેખ અને તેમની જવાન બેગમ સાથે ઉભેલા જોવા મળ્‍યા     હતા. લગ્નનું આખું આયોજન ફિલ્‍મી સ્‍ટાઈલમાં થયું હતું. મહેમાનોની ભારે ભીડ હતી અને ચારે બાજુ લક્‍ઝરી માહોલ હતો. શેખે પોતાની નવી પત્‍નીને આખી જિદગી લક્‍ઝરી લાઈફમાં જીવવાનું વચન આપ્‍યું છે.

દુલ્‍હનની ઉંમર માત્ર ૧૯ વર્ષ છે, જ્‍યારે શેખ ૭૦ વર્ષના છે. ઉંમરનો આટલો મોટો તફાવત હોવા છતાં દુલ્‍હનમાં કોઈ ફરિયાદ દેખાતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દુલ્‍હન સ્‍મિત આપતી જોવા મળે છે અને તેના ચહેરા પર ખુશી સ્‍પષ્ટ દેખાય છે. ઘણા લોકોનું માનવું છે કે, આટલી ભારે ભેટો અને લક્‍ઝરી લાઈફસ્‍ટાઈલે દુલ્‍હનને પૂરી રીતે સંતુષ્ટ કરી દીધી છે. શેખે પોતાની પત્‍નીને માત્ર મોંઘી કાર જ નથી આપી, પરંતુ સોનાની મોટી માત્રા પણ ભેટમાં આપી છે, જેની કિમત કરોડો રૂપિયા છે.

સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્‍યાં કેટલાક લોકો શેખની ઉદારતાના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક ઉંમરના તફાવત પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું કે, '૭૦ વર્ષના શેખ અને ૧૯ વર્ષની દુલ્‍હન... પણ ૫ કિલો સોનું અને રોલ્‍સ રોયસ જોઈને કોઈ ફરિયાદ નહીં કરે.' બીજા એક યુઝરે મજાકમાં કહ્યું હતું કે, 'હવે સમજાઈ ગયું, અમીરીમાં ઉંમર મહત્‍વ નથી રાખતી.' સૌદી અરેબિયામાં આવા લગ્ન સામાન્‍ય વાત છે. મોટી ઉંમર હોવા છતાં અમીર લોકો પોતાની પસંદગીની જવાન છોકરીઓ સાથે લગ્ન કરે છે અને તેમને શાહી જિદગી આપે છે. આ કિસ્‍સામાં પણ શેખે પોતાની જવાન બેગમને એટલી લક્‍ઝરી આપી છે કે, તે સંપૂર્ણપણે ખુશ દેખાઈ રહી છે.

(3:00 PM IST)