<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

કાશ્‍મીરમાં લશ્‍કરના સ્‍લીપર સેલનો સફાયોઃ ૧૬ વર્ષથી ગાયબ આતંકી હુરૈરા સહિત પાંચની ધરપકડ

જમ્‍મુ અને કાશ્‍મીર, રાજસ્‍થાન અને હરિયાણા સહિત અનેક સ્‍થળોએ દરોડા પાડ્‍યા જમ્‍મુ-કાશ્‍મીર પોલીસ અને કેન્‍દ્રીય એજન્‍સીઓનું ત્રણ રાજ્‍યોમાં મેગા ઓપરેશનઃ ૧૯ સ્‍થળોએ દરોડા

શ્રીનગર, તા.૭: જમ્‍મુ-કાશ્‍મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે, જેમાં લશ્‍કર-એ-તૈયબાના એક ભયાનક આંતરરાજ્‍ય મોડ્‍યુલનો પર્દાફાશ કરવામાં આવ્‍યો છે. આ ઓપરેશનની સૌથી મોટી ઉપલબ્‍ધિ ૧૬ વર્ષથી પોલીસને થાપ આપી રહેલો આતંકી નેતા અબ્‍દુલ્લા ઉર્ફે અબુ હુરૈરા છે, જેની શ્રીનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. હુરૈરા કાશ્‍મીરની બહાર પણ લશ્‍કરના ઠેકાણા બનાવવામાં માસ્‍ટરમાઇન્‍ડ ગણાતો હતો. તેની સાથે પાકિસ્‍તાની આતંકી ઉસ્‍માન ઉર્ફે ખુબૈબ પણ ઝડપાયો છે, જે ખીણમાં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરતો હતો.

તપાસ એજન્‍સીઓએ આ નેટવર્કને જડમૂળથી ઉખેડવા માટે જમ્‍મુ-કાશ્‍મીર, રાજસ્‍થાન અને હરિયાણામાં કુલ ૧૯ સ્‍થળોએ મધરાતે દરોડા પાડ્‍યા હતા. આ કાર્યવાહીમાં શ્રીનગરના ત્રણ સ્‍થાનિક રહેવાસીઓ- મોહમ્‍મદ નકીબ ભટ, આદિલ રશીદ અને ગુલામ મોહમ્‍મદ ઉર્ફે મામાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શખ્‍સો આતંકીઓને રહેવા, જમવા અને હથિયારોની હેરાફેરી માટે લોજિસ્‍ટિકલ સપોર્ટ પૂરો પાડતા હોવાનું સામે આવ્‍યું છે. દરોડા દરમિયાન અનેક વાંધાજનક દસ્‍તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્‍યા છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આતંકીઓએ ૧૬ વર્ષ પહેલા ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને અત્‍યાર સુધીમાં ૪૦થી વધુ વિદેશી આતંકીઓને તાલીમ આપી નેતળત્‍વ પૂરું પાડ્‍યું છે. હુરૈરાએ બનાવટી ઓળખપત્રો બનાવીને દેશની બહાર પણ પ્રવાસ કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે. આ મોડ્‍યુલના પર્દાફાશથી સરહદ પારથી ચાલતા આતંકવાદના આર્થિક અને માળખાગતસ્ત્રોતો પર મોટો ફટકો પડ્‍યો છે. સુરક્ષા એજન્‍સીઓ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્‍ય કડીઓની શોધમાં વધુ તપાસ ચલાવી રહી છે.

(3:05 PM IST)