<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

આજની રાત એક આખી સભ્યતા માટે અંતિમ સાબિત થઈ શકે: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી ધમકી આપી દીધી

ટ્રમ્પે કહ્યુ છે કે હવે અમે ઈરાનમાં સત્તા બદલી નાખી છે. હવે ત્યાં પહેલાની સરખામણીએ સ્માર્ટ અને ઓછા કટ્ટરપંથી લોકો છે. કોને ખબર કે કેટલાક ક્રાંતિકારી પગલા ઉઠાવી લેવામાં આવે? આપણને આજે રાત્રે ખબર પડી જશે

નવી દિલ્હી :અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેની સમયમર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે. પરંતુ તેના પહેલા ટ્રમ્પે ઈરાનને એક મોટી ધમકી આપી દીધી છે.

ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યુ છે કે આજની રાત્રિએ એક આખી સભ્યતા સમાપ્ત થઈ જશે, તેને પાછી લાવી શકાશે નહીં. હું આવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ આવું થશે. તેની સાથે એવી આશંકાઓ પણ પ્રવર્તી રહી છે કે શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ હુમલાનો વિચાર કરી રહ્યા છે?

ટ્રમ્પે સોશયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ છે કે હવે અમે ઈરાનમાં સત્તા બદલી નાખી છે. હવે ત્યાં પહેલાની સરખામણીએ સ્માર્ટ અને ઓછા કટ્ટરપંથી લોકો છે. કોને ખબર કે કેટલાક ક્રાંતિકારી પગલા ઉઠાવી લેવામાં આવે? આપણને આજે રાત્રે ખબર પડી જશે. આ દુનિયાના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ પળ હોઈ શકે છે. 47 વર્ષની ખંડણી, ભ્રષ્ટાચાર અને મોતનું તાંડવ આખરે સમાપ્ત થશે. ઈશ્વર મહાન છે. ઈરાની જનતા પર કૃપા બનાવી રાખો.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે એક દિવસ પહેલા જ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને ઈરાનમાં ફસાયેલા અમેરિકાના એરમેનના રેસ્ક્યૂ ઓપરેશનની વિગતવાર જાણકારી આપી હતી. ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ ખોલવા અને ડીલ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે જલ્દી સમાપ્ત થઈ રહ્યું છે. તેના પહેલા જ ઈરાન પર હુમલા પણ શરૂ થઈ ચુક્યા છે.

જો કે ટ્રમ્પ આના પહેલા ત્રણવાર ડેડલાઈન લંબાવી ચુક્યા છે અને નવી ડેડલાઈન 7 એપ્રિલે સમાપ્ત થઈ રહી છે. પહેલી ચેતવણી 48 કલાકની હતી, જેને બાદમાં પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી અને પછી ડેડલાઈન 10 દિવસ લંબાવાય. આ પ્રકારે 48 કલાકની મૂળ સમયમર્યાદા હવે લંબાવીને 408 કલાક થઈ ચુકી છે.

(6:45 PM IST)