હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળના ચૂંટણી જંગમાં 'બુલડોઝર બાબા'ની રહસ્યમય ગેરહાજરી: શું ભાજપે યોગી આદિત્યનાથને 'બ્રહ્માસ્ત્ર' તરીકે સાચવી રાખ્યા છે?
પીએમ મોદી અને અમિતભાઈ શાહના પ્રચંડ પ્રચાર વચ્ચે સીએમ યોગી ક્યારે ગર્જશે? 2021માં 30 રેલીઓ કરનાર 'ફાયરબ્રાન્ડ' નેતાને મેદાનમાં ન ઉતારવા પાછળ ભાજપનો મોટો માસ્ટરપ્લાન

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભાઓ અને અમિતભાઈ શાહની વ્યૂહરચના વચ્ચે અત્યારે બંગાળની જનતામાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે, "બુલડોઝર બાબા" એટલે કે યોગી આદિત્યનાથ ક્યારે મેદાનમાં ઉતરશે? 2021ની ચૂંટણીમાં ભાજપના સૌથી લોકપ્રિય સ્ટાર પ્રચારક રહેલા યોગી આદિત્યનાથ હજુ સુધી પ્રચારના મેદાનથી દૂર છે, જેને વિપક્ષ ભાજપની નબળાઈ ગણાવી રહ્યો છે. જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ભાજપની એક ઊંડી અને ગુપ્ત રણનીતિનો ભાગ છે.
બ્રહ્માસ્ત્રની જેમ છેલ્લી ઘડીએ થશે એન્ટ્રી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે યોગી આદિત્યનાથનો ઉપયોગ 'બ્રહ્માસ્ત્ર' તરીકે કરવા માંગે છે. બંગાળમાં બે તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે પાર્ટી ઈચ્છે છે કે જ્યારે ચૂંટણી તેના સૌથી નિર્ણાયક તબક્કામાં હોય ત્યારે જ યોગીની એન્ટ્રી થાય. તેનાથી તેમના ધારદાર ભાષણો અને હિન્દુત્વના મુદ્દાઓની અસર મતદાનના દિવસ સુધી તાજી રહે. 2021માં તેમણે "2 મે, દીદી ગઈ"નું સૂત્ર આપ્યું હતું, જે આ વખતે "4 મે, દીદી ગઈ" તરીકે ગુંજી રહ્યું છે.
યુપી મોડલ અને બંગાળનો જંગ
યોગી આદિત્યનાથ હાલમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા તેમજ 'સ્કૂલ ચલો અભિયાન'માં વ્યસ્ત છે. ભાજપનું માનવું છે કે પ્રથમ તબક્કામાં વિકાસ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યારે અંતિમ તબક્કામાં ગેરકાયદે ઘૂસણખોરી અને સંદેશખાલી જેવા સંવેદનશીલ મુદ્દાઓને ધાર આપવા માટે યોગી મેદાનમાં આવશે. તેઓ વારંવાર કહે છે તેમ, "યુપીમાં ગુનેગારો કાં તો જેલમાં છે અથવા રામનું નામ સત્ય થઈ ગયું છે," આ જ સંદેશ તેઓ બંગાળમાં આપવા માંગે છે.
23 એપ્રિલ પછી શરૂ થઈ શકે છે 'વાવાઝોડું'
એવું માનવામાં આવે છે કે 23 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન પહેલા અથવા તરત જ યોગી આદિત્યનાથનો બંગાળ પ્રવાસ શરૂ થશે. દરેક બેઠક પરથી "બુલડોઝર બાબા"ની ભારે માંગ છે. જ્યારે તેઓ બંગાળમાં પગ મૂકશે, ત્યારે નિઃશંકપણે ચૂંટણીનો માહોલ વધુ આક્રમક બનશે અને "જય શ્રી રામ" ના નારા સાથે "બંટગે તો કટંગે" જેવી રણનીતિ મેદાનમાં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે શું યોગીનું આક્રમક વલણ મમતા બેનર્જીના મજબૂત કિલ્લામાં ગાબડું પાડી શકશે કે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
