<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

મુંબઈના જુગાર જગતનો અસલી ચહેરો બતાવશે 'મટકા કિંગ': વિજય વર્માનો ખતરનાક અંદાજ અને નાગરાજ મંજુલેનું નિર્દેશન, ટ્રેલર જોઈ ફેન્સ થયા ક્રેઝી

1960 ના દાયકાના બોમ્બેની ગલીઓ અને 'મટકા' સામ્રાજ્યની રોમાંચક સફર: એમેઝોન પ્રાઇમ પર 17 એપ્રિલથી શરૂ થશે ક્રાઈમ અને થ્રિલરનો જબરદસ્ત ખેલ

મુંબઈ: ક્રાઈમ થ્રિલરના શોખીનો માટે એમેઝોન પ્રાઇમ વિડીયો એક શાનદાર ભેટ લઈને આવી રહ્યું છે. અભિનેતા વિજય વર્માની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મટકા કિંગ'નું દમદાર ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે લાંબા સમય પછી કોઈ સિરીઝમાં આટલો પાવરફુલ પ્રભાવ જોવા મળ્યો છે. આ સિરીઝ એક સામાન્ય કપાસના વેપારીમાંથી મુંબઈના સૌથી મોટા જુગાર સમ્રાટ બનતા બ્રિજ ભટ્ટીની સંઘર્ષગાથા છે.
1960નું બોમ્બે અને મટકાનો ક્રેઝ
ટ્રેલરમાં આપણને 1960ના દાયકાના જૂના બોમ્બેની સફર કરાવવામાં આવે છે. વાર્તાના કેન્દ્રમાં બ્રિજ ભટ્ટી છે, જે સિસ્ટમની ખામીઓને પકડીને પોતાની અનોખી પદ્ધતિથી 'મટકા' (જુગાર) શરૂ કરે છે. ધીમે-ધીમે આ નાનો માણસ એટલો શક્તિશાળી બની જાય છે કે તે અંડરવર્લ્ડ અને પોલીસ બંનેની આંખમાં ખટખટવા લાગે છે. સિરીઝમાં એ સમયના ચાલ, જૂના કાફે અને મુંબઈની અસલી ફ્લેવર જોવા મળે છે.
સ્ટાર કાસ્ટ અને શાનદાર ડાયલોગ્સ
'સૈરાટ' જેવી માસ્ટરપીસ ફિલ્મ આપનાર નિર્દેશક નાગરાજ મંજુલેએ આ સિરીઝનું નિર્દેશન કર્યું છે. વિજય વર્માએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે નેગેટિવ શેડવાળા પાત્રો ભજવવામાં માહિર છે. તેના લુક અને બોલવાની શૈલીએ લોકોના દિલ જીતી લીધા છે. ટ્રેલરમાં સાંભળવા મળતા સંવાદો જેવા કે, "આ જીવન આશા પર ચાલે છે" અને "ફિલ્મ હંમેશા જીતનાર હીરો પર જ બને છે," અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
 
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
ટ્રેલર રિલીઝ થતા જ ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું, "વિજય વર્માનો સ્વેગ જ અલગ છે, આ સિરીઝ જોવા માટે હું હવે રાહ જોઈ શકતો નથી." અન્ય એક યુઝરે લખ્યું, "નાગરાજ મંજુલે અને વિજય વર્માનું કોમ્બિનેશન એટલે ધમાકો નક્કી છે."
ક્યારે જોઈ શકાશે?
જો તમે પણ ક્રાઈમ ડ્રામા અને અંડરવર્લ્ડની વાર્તાઓના શોખીન હોવ, તો 'મટકા કિંગ' 17 એપ્રિલથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે. આ સિરીઝ માત્ર જુગારની દુનિયા જ નહીં, પરંતુ એ સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓનો પણ જીવંત ચિતાર આપશે.

(8:29 PM IST)