હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસનું સમર્થન કરનારા જ ભણેલા, બાકી બધા અભણ છે!” અમિતભાઇ શાહએ કર્યા પ્રહાર : ખડગે પાસે માફીની માંગ ઉઠી
કેરળમાં એક જનસભાને સંબોધિત કરતા અમિતભાઈ શાહે પ્રહાર કર્યો હતો કે જ્યારથી રાહુલ ગાંધી નેતા બન્યા છે, ત્યારથી કોંગ્રેસી નેતાઓની બુદ્ધિનું સ્તર સતત નીચે જતું રહ્યું છે

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે પણ આ મામલે ખડગે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “કોંગ્રેસનું સમર્થન કરનારા જ ભણેલા, બાકી બધા અભણ છે!”
કેરળમાં એક જનસભાને સંબોધિત કરતા અમિતભાઈ શાહે પ્રહાર કર્યો હતો કે જ્યારથી રાહુલ ગાંધી નેતા બન્યા છે, ત્યારથી કોંગ્રેસી નેતાઓની બુદ્ધિનું સ્તર સતત નીચે જતું રહ્યું છે. ત્યારબાદ તેમણે ખડગેના નિવેદનની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે બે દિવસ પહેલાં ખડગેએ એવું કહી દીધું કે ગુજરાત અને જે રાજ્યો ભાજપનું સમર્થન કરે છે તે અભણ છે.
ત્યારબાદ તેમણે આગળ કહ્યું કે, “અરે કોંગ્રેસીઓ, તમને શરમ આવવી જોઈએ. જે ગુજરાતે દયાનંદ સરસ્વતી, ગાંધી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઈ, ટાટા અને નરેન્દ્રભાઈ મોદી જેવા લોકો આપ્યા છે, તે ગુજરાતને તમે અભણ કહો છો? કોંગ્રેસે નવી વ્યાખ્યા બનાવી છે, જે તેમનું સમર્થન કરશે માત્ર તેઓ જ ભણેલા અને બાકી બધા અભણ!.”
નોંધવા જેવું છે કે કોંગ્રેસની એક રેલીમાં ખડગેએ એવું કહ્યું હતું કે કેરળના લોકો શિક્ષિત છે, તેઓ અભણ અને મૂરખ ગુજરાતીઓ જેવા નથી કે જ્યાં નરેન્દ્રભાઈ મોદીને સમર્થન મળે છે. આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું છે અને આ અપમાનને લઈને ખડગેની માફીની માંગ પણ થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
