News of Wednesday, 8th April 2026
ઈરાન માટે વહેલી સવારની ડેડલાઇન નક્કી: ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર આપી મોટી ચેતવણી
જો ઈરાન શરતો નહીં માને તો 'ક્યારેય ન જોયો હોય તેવો ભયંકર હુમલો' થશે: ડોનાલ્ડ ટ્રમ્પ: ન્યુઝ ફર્સ્ટ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર હુમલા માટેની ભારતીય સમય પ્રમાણે આજે વહેલી સવારની સમયમર્યાદા નિશ્ચિત છે, અને જો વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા ભારે હુમલા માટે તૈયાર છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર વાતચીત કરતા ઈરાન માટે આપેલી રાત્રિના ૮ વાગ્યાની (ઇસ્ટર્ન ટાઇમ) ડેડલાઇન વિશે મોટું અપડેટ આપ્યું છે.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ઈરાન સમયસર તેમની માંગણીઓ નહિ સ્વીકારે તો અમેરિકા આકરી લશ્કરી કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે ચેતવણી આપી કે જો આ સમયમર્યાદા પૂરી થશે અને કોઈ સમાધાન નહીં થાય, તો અમેરિકા એવો ભયાનક હુમલો કરશે જે ઈરાને ઇતિહાસમાં ક્યારેય જોયો નહીં હોય.
જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જો વાટાઘાટોમાં કોઈ નક્કર પ્રગતિ જોવા મળશે અથવા સકારાત્મક પરિણામ મળશે, તો ડેડલાઇનના સમયમાં ફેરફાર થઈ શકે છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
