<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

યુકેએ ઈરાન પર હુમલો કરવા માટે બ્રિટિશ બેઝના ઉપયોગ કરવા દેવાનો ઇનકાર કર્યો: અમેરિકાને બ્રિટનનો મોટો આંચકો

નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની મનાઈ: અત્યાર સુધી અમેરિકાના દરેક યુદ્ધમાં સાથ આપનાર બ્રિટનના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ચર્ચા

 

લંડન: બ્રિટને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે અમેરિકાને ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવા માટે પોતાના લશ્કરી મથકોનો ઉપયોગ કરવા દેશે નહીં.
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, યુકે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈરાનના માળખાગત સુવિધાઓ પર હુમલો કરવા માટે અમેરિકાને બ્રિટિશ લશ્કરી મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે નહીં. અત્યાર સુધી અમેરિકાના દરેક યુદ્ધમાં સાથ આપનાર બ્રિટનના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ચર્ચા જાગી છે. 
છેલ્લા ૮૦ વર્ષમાં અમેરિકા અને બ્રિટનના લશ્કરી સંબંધોમાં આ એક મોટો અને અણધાર્યો બદલાવ માનવામાં આવે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવના સમયમાં યુકેનો આ નિર્ણય યુએસની લશ્કરી યોજનાઓ માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.

(12:18 AM IST)