હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન ઈઝરાઇલ અને અમેરિકા વચ્ચે હવે ઈસ્લામાબાદમાં શુક્રવારે ૧૦ એપ્રિલે યોજાશે મહત્વની શાંતિ વાટાઘાટો: તમામ વિવાદોના ઉકેલ માટે બંને દેશો સહમત: ન્યૂઝ ફર્સ્ટ
આ યુદ્ધવિરામ લેબનોન સહિતના તમામ સંઘર્ષ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી લાગુ: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે આ મધ્યસ્થીમાં મહત્વની ભૂમિકા ભજવી

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બુધવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે ઈરાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તેમના સાથી દેશો સાથે તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ યુદ્ધવિરામ લેબનોન સહિતના તમામ સંઘર્ષ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. શહેબાઝ શરીફે બંને દેશોના નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરતા આ પગલાને શાંતિ માટેની સમજદારી ગણાવી છે.
આ ઐતિહાસિક સમજૂતી બાદ પાકિસ્તાને બંને દેશોના પ્રતિનિધિ મંડળોને આગામી શુક્રવાર ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઈસ્લામાબાદ આવવા માટે આમંત્રણ આપ્યું છે.
અહીં યોજાનારી 'ઈસ્લામાબાદ ટોક્સ'માં તમામ વિવાદોના કાયમી ઉકેલ અને અંતિમ સમજૂતી સુધી પહોંચવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. આ અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બે અઠવાડિયા માટે હુમલાઓ સ્થગિત કરવાની વાત કહી હતી અને ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને સુરક્ષિત રીતે ખુલ્લી રાખવા સહિતના ૧૦ મુદ્દાઓનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે આ મધ્યસ્થીમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
