હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાઓસમાં એક કપ ચાના ૨૦ હજાર અને જમવાના ૧ લાખ છતાં દુનિયાનો સૌથી સસ્તો દેશ
૧ ભારતીય રુપિયો લગભગ ૨૩૨ લાઓશિયન કીપ બરાબર છેઃ લાઓસ ભારતીય પર્યટકો માટે એક ખૂબ સસ્તો દેશ છે

નવી દિલ્હી,તા.૦૮: જ્યારે પણ કોઈ બીજા દેશમાં જાય છે તો સૌથી પહેલા મગજમાં એ જ રહે છે કે આ દેશમાં વસ્તુઓ મોંઘી હશે કે સસ્તી. પણ શું થાય જો આપને એક કપ ચા માટે ૨૦ હજાર રુપિયા ચુકવવા પડે તો. સાંભળીને કદાચ આપના હોશ ઉડી જશે. દક્ષિણ પૂર્વ એશિયાના શાનદાર દેશ લાઓસમાં આપને સાચે એટલી કિમતી ચુકવવી પડી શકે છે. વળી એક ઠીકઠાક લંચ માટે ૧ લાખનું બિલ થઈ શકે છે. પણ એટલું ગભરાવાની જરુર નથી. હકીકતમાં કીપ લાઓસની મુદ્રા છે. ત્યાંની મુદ્રામાં આપને ૨૦ હજાર કીપ ચુકવવા પડશે, પણ આપણી મુદ્રામાં તે ૫૦ રુપિયાની આસપાસ થાય છે. એટલા માટે લાઓસ દુનિયાનો સૌથી સસ્તા દેશોમાંથી એક છે. લાઓસ પોતાની અનોખી અર્થવ્યવસ્થા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પણ લાઓસ જતા ટૂરિસ્ટ મોટા ભાગે હાથમાં નોટોના બંડલ લઈને ફરતા હોય છે અને તેને ગણતા ગણતા પરસેવો છુટી જાય છે.
જો કે તમે આ દેશને દુનિયાનો સૌથી મોંઘો દેશ માનો એ પહેલા આપણે તેમની મુદ્રાનું ગણિત સમજી લઈએ. હકીકતમાં લાઓસની કરન્સી કીપની વેલ્યૂ ભારતીય રુપિયાની તુલનામાં ખૂબ જ ઓછી છે, ત્યાં પહોંચતા જ એક સામાન્ય ભારતીય પણ કરોડપતિ બની જાય છે. આ જ કારણ છે કે અહીં ચારે તરફ સહેલાણીઓ જોવા મળશે. કેમ કે લાખો રુપિયાનું બિલ ચુકવવા છતાં આપને ખિસ્સા પર જરાં પણ ભાર નહીં પડે. આ જ કારણ છે કે આ નાના એવા દેશમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળે છે. અહીં હાલમાં દર વર્ષે ૫૫ લાખ વિદેશી પર્યટક આવે છે અને ત્યાંની અર્થવ્યવસ્થામાં ૧ અબજ ડોલરનું યોગદાન આપે છે. પણ અહીં લોકો પૈસા ગણીને ગણીને થાકી જાય છે.
માર્ચ ૨૦૨૬ના હાલના વિનિમય દર અનુસાર, ૧ ભારતીય રુપિયો લગભગ ૨૩૨ લાઓશિયન કીપ બરાબર છે. લાઓસ ભારતીય પર્યટકો માટે એક ખૂબ સસ્તો દેશ છે. અહીં ફરવું અને શાંતિની ક્ષણો પસાર કરવા માટે કેટલીય વસ્તુઓ છે. તો ચલો જાણીએ કે લાઓસમાં વસ્તુઓ ખરીદવા માટે કેટલા કીપ ચુકવવા પડે. જો તમે લાઓસમાં પાણીની બોટલ ખરીદશો તો તમારે ત્યાં ૮થી ૧૨ હજાર લાઓશિયન કિપ ચુકવવા માટે. તેના માટે તમારે ૩૫થી ૫૦ ભારતીય રુપિયા થશે. ત્યાં જો તમે બિસ્કિટનું પેકેટ ખરીદશો તો તેના માટે ૧૦,૦૦૦થી ૨૫,૦૦૦ લાઓશિયન કિપ ખર્ચ કરવા પડશે. જે ભારતીય રુપિયામાં ૪૫થી ૧૦૦ રુપિયા સુધી થાય છે. જો તમે લાઓસમાં નાશ્તો કરશો તો તેના માટે તમારે ૨૫થી ૩૦ હજાર આપવા પડશે. તેનો મતલબ છે કે તમારે ભારતીય રુપિયામાં ૧૭૦થી ૪૦૦ રુપિયા સુધીનો ખર્ચ આવશે. જો તમારે ત્યાં હોટલમાં રહેવું છે તો એક રાત માટે એક રુમનું ભાડું સવા લાખથી સાડા ત્રણ લાખ લાઓશિયન કિપ ભરવા પડશે. આ સામાન્ય હોટલ માટે છે. પણ ભારતીય રુપિયામાં તે ૫૦૦થી ૨૦૦૦ની વચ્ચે થશે. એટલા માટે વધારે ચિંતા કરવાની જરુર નથી. લાઓસ શાનદાર દેશ છે અને ત્યાં ખર્ચો પણ ઓછો કરવો પડે છે. એટલા માટે આજકાલ મોટા ભાગના લોકો લાઓસ તરફ વળ્યા છે. ભારતીયો માટે લાઓસ વીઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે.
લાઓસમાં શું શું છે ખાસ- લાઓસ દક્ષિણ-પૂર્વી એશિયાનો એક એવો દેશ છે, જે પોતાની પ્રાકૃતિક સુંદરતા, બૌદ્ધ સંસ્કૃતિ અને શાંત જીવનશૈલી માટે ઓળખાય છે. જો આપ ભીડભાડથી દૂર કોઈ શાંત જગ્યાન શોધમાં છો, તો તમે લાઓસ એક શાનદાર વિકલ્પ હોઈ શકે છે. અહીં જોવા જેવી જગ્યાએ નીચે મુજબ છે. લુઆંગ પ્રબાંગ- આ લાઓસનું સૌથી ફેમસ બૌદ્ધ મઠ છે. તેને યૂનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કર્યું છે. મેકાંગ નદીના કિનારે વસેલું આ શહેર પોતાની ફ્રાંસીસી ઔપનિવેશિક વાસ્તુકલા અને પ્રાચીન બૌદ્ધ મઠોના અદભુત સંગમ માટે ઓળખાય છે. અહીં સૌથી મોટું આકર્ષણ આલ્મ્સ સેરેમની છે, જ્યાં સવારના સમયે કેસરિયા વષો પહેરી સૈકડો ભિક્ષુ મૌન થઈને દાન સ્વીકાર કરે છે. અહીંની નાઈટ માર્કેટ હસ્તશિલ્પ માટે વિશ્વ પ્રસિદ્ધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
