હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવા ચાર લેબર કોડ કર્મચારી માટે લાંબાગાળે હિતકર અને લાભદાયી
શરૂઆતમાં અમલીકરણમાં પડકારો રહેશે, પરંતુ લાંબા ગાળે આ સુધારા આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે

નવી દિલ્હી,તા.૮: નવા લેબર કોડ એ કર્મચારીઓ માટે લાંબા ગાળે હીતકર બનવાની સાથે વધુ સુરક્ષાની સાથે વ્યવસાયમાં પણ સરળતા લાવનારા બનશે. કેન્દ્ર સરકારે વર્ષો જૂના થણાં નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરી તેને નવા ચાર લેબર કોડનુ સ્વરૂપ આપ્યુ છે. એક એપ્રિલથી દેશભરમાં આ નવા લંબર કોડ અમલી બનાવાયા છે. દેશમાં વર્ષોથી થણાં નિયમો અમલી હતા. તેમાં ધરમૂળથી ફેરફાર અમલી બનવાની સાથે હવે માત્ર ચાર જ નવા લેબર કોડ અસ્તિત્વમાં રહેશે આ નવા નિયમ એટલે કે નવા ચાર લેબર કોડ અમલી બનતાં તે કર્મચારી માટે લાંબા ગાળે હીતકર અને લાભદાયી બની રહેશે તેવો મત લેબર લો પ્રેક્ટીશનર એડવોકેટ રાકેશ પટેલે વ્યક્ત કર્યો છે.
નવા લેબર કોડને કારણે એમ પણ બને કે કર્મચારીના હાથમાં પગાર કદાચ ઓછો આવે પરંતુ સરકારે જે નવો નિયમ અમલી બનાવ્યો છે તેના કારણે કર્મચારીઓનો ફાયદો આખરે વધશે. નવા નિયમ પ્રમાણે કર્મચારીનો જે પગાર છે તેના ૫૦ ટકા એ કર્મચારીનો બેઝીક સેલેરી હોવો જરૂરી છે. ઉલ્લેખનિય છે કે, કર્મચારીઓને પીએફ, મેજયુઈટી સહીતના અન્ય લાભો તેને તેના બેઝીક સેલેરીના આધારે મળતાં હોય છે. આ સંજોગોમાં કંપનીઓ કર્મચારીના હાથમાં પગાર વધારે આવે તેમ કરતી. પરંતુ બેઝીક સેલેરી ઓછો રાખતી હતી. તેના સ્થાને HRA સહીતના અન્ય ભથ્થાં વધારે દર્શાવતાં હતા, જેના પરિણામે કર્મચારીને PF અને ગ્રેજ્યુઈટી એકંદરે ઓછી મળતી હતી. પરંતુ હવે કર્મચારીઓને લાંબા ગાળાનો ફાયદો થશે.
ભારતમાં શ્રમ કાયદાઓમાં એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સુધારો નવા ચાર શ્રમ કોડ દ્વારા કરવામાં આવ્યો છે. ૨૯ કેન્દ્રિય શ્રમ કાયદાઓને એકીકૃત કરીને આ નવા ચાર લેબર કોડ રજૂ કરવામાં આવ્યા છે. આ નવા લેબર લોથી કાયદાની જટિલતા એકંદરે ઓછી થશે અને વ્યવસાયસાયકારો માટે વ્યવસાય કરવું સરળ અને સહજ બનશે. આ ચાર કોડમાં વેતન કોડ, ૨૦૧૯, ઔદ્યોગિક સંબંધ કોડ, ૨૦૨૦, સામાજિક સુરક્ષા કોડ, ૨૦૨૦ અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કામકાજની શરતો કોડ, ૨૦૨૦નો સમાવેશ થાય છે. આ સુધારાનો મુખ્ય હેતુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને સુધારવો, તેમાં સુસંગતતા અને એકરૂપતા લાવવી અને વધુ વ્યાપક સુરક્ષા આપવી તે છે. આ માટેનુ નોટીફીકેશન ગત તા.૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ બહાર પાડવામા આવ્યુ હતુ તેમ રાકેશ પટેલે જણાવ્યું હતુ.
કુલ પગારમાંથી ૫૦% થી વધુ ભાગ ભથ્થાઓ તરીકે આપી શકાશે નહીં. જો ભથ્થા ૫૦% થી વધુ હશે તો વધારાનો ભાગ વેતનમાં ગણાશે. આ બદલાવથી PF, EST, ગ્રેચ્યુઈટી અને બોનસ જેવી ગણતરીઓમાં અસર પડશે. આ કોડ હવે સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રના કર્મચારીઓને આવરી લે છે. અગાઉ જે મર્યાદાઓ હતી તે દૂર કરીને હવે તમામ કર્મચારીઓ માટે વૈતન કોડ લાગુ થશે. આથી કર્મચારીઓ માટે સુરક્ષા વધશે.
ઔદ્યોગિક સંબંધ કોડ હેઠળ હડતાળ અને લોકઆઉટ માટે નોટિસ આપવી ફરજિયાત કરાઇ છે. ૨૦થી વધુ કર્મીઓની સંસ્થાઓમાં ગ્રિવન્સ રેડ્રેસલ કમિટી ફરજિયાત રહેશે, જેનાથી કર્મચારીઓ-મેનેજમેન્ટ વચ્ચે સારો સંવાદ રહેશે.
કર્મચારીઓ માટે વધુ સુરક્ષા સાથે વ્યવસાય માટે સરળતા
નવા કાયદા મુજબ, કોર પ્રવૃત્તિઓમાં કોન્ટ્રાક્ટ લેબરનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવ્યો છે. જેના કારણે કંપનીઓને તેમની સ્ટાકિગ પોલિસી ફરીથી વિચારવી પડશે. HR પોલિસી, પગાર માળખું અને રોજગાર કરારોમાં પણ સુધારા કરવાની જરૂર રહેશે. સરવાળે એમ કહી શકાય કે નવા શ્રમ કોડ ભારતના શ્રમ કાયદાઓને આધુનિક બનાવે છે અને કર્મચારીઓ માટે વધુ સુરક્ષા સાથે વ્યવસાય માટે સરળતા પણ લાવે છે. શરૂઆતમાં અમલીકરણમાં પડકારો રહેશે, પરંતુ લાંબા ગાળે આ સુધારા દેશના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને પણ ગ્રેચ્યુઇટી સહિતના લાભો મળશે
સામાજિક સુરક્ષા કોડમાં ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પણ પ્રથમ વખત કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને પણ ગ્રેચ્યુઇ ટી સહિતના લાભો મળશે, ભલે તેઓએ ૫ વર્ષ પૂર્ણ કર્યા ના હોય. વ્યવસાયિક સલામતી કોડ હેઠળ નિયોક્તાઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમ કે ફરજિયાત અપોઇન્ટમેન્ટ લેટર, આરોગ્ય ચકાસણી અને લવચીક કામકાજ સમય તેમજ કાયદાના ઉલ્લંઘન માટે ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. (એડવોકેટ લેબર લો લીગલ એડવાઇઝર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
