<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

યુદ્ધની અસરઃ દેશના સી-ફૂડ ઉદ્યોગને રૂ.૧,૫૦૦ કરોડના નુકસાનની શક્‍યતા

૨૦૨૫માં ભારતમાંથી કુલ ૧૩.૧ અબજ ડોલરના સી-ફૂડની નિકાસ થઇ હતી

નવી દિલ્‍હી,તા.૦૮: હાલમાં ઈઝરાયેલ અને ઇરાન વચ્‍ચેના યુદ્ધની સ્‍થિતિ વણસી છે ત્‍યારે પヘમિ એશિયાના દેશોમાં ભારતના સી-ફૂડ ઉદ્યોગનો હિસ્‍સો માત્ર ૩થી ૪ ટકા જેટલો જ છે. આમ છતાં ૨૦૨૫માં કુલ ૧૩.૧ અબજ ડોલરની નિકાસ કરનારું આ ક્ષેત્ર યુદ્ધના કારણે મોટી મુશ્‍કેલનો સામનો કરી રહ્યું છે. આ ક્ષેત્રની યુએસ, યુરોપ, રશિયા અને યુએસના પૂર્વીય કિનારામાં થતી મોટા ભાગની નિકાસ રાતા સમુદ્રના માર્ગે થાય છે. હાલમાં યુદ્ધની પરિસ્‍થિતિમાં મોટા ભાગની શિપિગ કંપનીઓ રાતા સમુદ્રનો માર્ગ ટાળે છે. આના કારણે સી-ફૂડ ઉદ્યોગના નિકાસ માટેના ભાડાના ખર્ચમાં

મોટો વધારો થયો છે. શિપિગ કંપનીઓ હવે કેપ ઓફ ગુડ હોપના માર્ગે નિકાસ માટેની સેવા આપે છે જેના માટે વધુ ભાડું ચુકવવું પડે છે. વધુમાં આના કારણે નિકાસ માટે લાગતો સમય વધતાં કન્‍ટેઈનર પાછા આવે તેનો સમય પણ વધી ગયો છે. આના કારણે નિકાસ માટેના કન્‍ટેનરની માંગ સામે પુરવઠો ઘટયો છે.

આવા સંજોગોમાં પヘમિી એશિયાના દેશોમાં સી-ફૂડ ઉદ્યોગની જે કુલ નિકાસ છે તેમાં પ્રતિ ક્‍વાર્ટર દીઠ આશરે રૂ. ૫૦૦ કરોડનો ફટકો પડવાનો અંદાજ છે. આ ફટકો તો નિકાસ સંપૂર્ણપણે બંધ થવાના કારણે છે. અન્‍ય દેશોમાં કરવામાં આવતી નિકાસમાં નૂરભાડા વધતાં દેશના સી-ફૂડ ઉદ્યોગને પ્રતિ

ક્‍વાર્ટ આશરે રૂ. ૭૦૦થી ૮૦૦ કરોડનો વધારાનો બોજો સહન કરવો પડે એવી શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આમ કુલ ત્રણ મહિનામાં આ ઉદ્યોગને આશરે રૂ. ૧.૫૦૦ કરોડનો ફટકો સહન કરવો પડે એવી શક્‍યતા છે. જો યુદ્ધ લાંબુ ખેંચાય તો આ નુકસાનનો આંકડો નોંધપાત્ર પ્રમાણમાં વધી શકે છે. ફેબ્રુઆરી મહિનાની તુલનાએ માર્ચમાં નિકાસના કદમાં આશરે ૧૫ ટકા જેટલો ઘટાડો થયો છે. જોકે યુદ્ધ શરૂ થયું તે પહેલા અને પછી યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્‍યમાં જે ધોવાણ થયું છે તેના કારણે નિકાસકારોનું નુકસાન થોડા ઘણા અંશે સરભર થયું છે.

ક્‍યા કારણોસર નુકસાન

* કુલ નિકાસમાં પヘમિી એશિયાના દેશોનો હિસ્‍સો ૩થી ૪ ટકા જેટલો જે નિકાસ બંધ થઇ

* મોટા ભાગની નિકાસ રાતા સમુદ્રના માર્ગે જે માર્ગને શિપિંગ કંપનીઓ ટાળે છે જેના કારણે નુરભાડા વધ્‍યા

* નિકાસનો વૈકલ્‍પિક માર્ગ લાંબો હોવાથી માલ ઠાલવીને આવતા કન્‍ટેનર મોડા પાછા આવે છે જેના કારણે નિકાસમાં વધુ સમય લાગે છે.

(1:44 PM IST)