<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

પૂજા કરવા માટે આવેલી મહિલાએ ઘંટ વગાડતાં જ કરન્‍ટથી મરી ગઈ

ઘંટને અડતાં જ કરન્‍ટથી પુષ્‍પાબહેન એટલાં દૂર ફેંકાયાં કે ત્‍યાં ને ત્‍યાં જ માથામાં વાગવાથી મૃત્‍યુ પામ્‍યાં હતાં

દારાપુરા,તા.૮: આગરા પાસેના દારાપુરા ગામમાં હૃદય હચમચાવી દે એવી એક ઘટના ઘટી. એક મહિલા શિવાલયમાં પૂજા કરવા આવી હતી, પરંતુ ઘંટ વગાડતાં જ હાઈ-વોલ્‍ટેજ કરન્‍ટ લાગતાં તે મૃત્‍યુ પામી હતી. વાત એમ હતી કે મંદિરની ઉપરથી જ ૧૧,૦૦૦ વોલ્‍ટનો હાઈ-ટેન્‍શન વાયર પસાર થઈ રહ્યો હતો. આ વાયર થોડોક નીચો થઈ જતાં મંદિરની છત પર લાગેલા ત્રિશૂળને ટચ થઈ ગયો હતો. એને કારણે ત્રિશૂળના સળિયાની પાસે જ લોખંડની સાંકળ સાથે બાંધેલા ઘંટમાં પણ હાઈ-વોલ્‍ટેજ કરન્‍ટ પસાર થવા લાગ્‍યો હતો. જ્‍યારે આ કરન્‍ટ પસાર થયો એ જ વખતે ૪૯ વર્ષનાં પુષ્‍પાબહેન મંદિરમાં દર્શન કરવા આવ્‍યાં. ભગવાનને નમન કરીને તેમણે ઘંટ વગાડ્‍યો. ઘંટને અડતાં જ કરન્‍ટથી પુષ્‍પાબહેન એટલાં દૂર ફેંકાયાં કે ત્‍યાં ને ત્‍યાં જ માથામાં વાગવાથી મૃત્‍યુ પામ્‍યાં હતાં.

(10:21 AM IST)