<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

કેદારનાથની યાત્રા હેલિકોપ્‍ટરથી થશે મોંઘીઃ ભાડા-સેવાપૂજાની ફીમાં તોતિંગ વધારો

ચારધામ યાત્રા ૨૦૨૬ની તૈયારીઓને આખરી ઓપ

હરિદ્વાર,તા.૮: ચારધામ યાત્રા ૨૦૨૬ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ થોડો ખર્ચ વધારે કરવો પડે એવા વાવડ મળી રહ્યા છે. વહીવટી તંત્રએ હેલિકોપ્‍ટર સેવા અને પૂજા-અર્ચનાના દરમાં વધારો કરી દીધો છે. કેદારનાથના દર્શન કરવા સરળ રહેશે પણ ત્‍યાં સુધી હેલિકોપ્‍ટરથી પહોંચવું અને પૂજા અર્ચના કરવી હવે મોંઘી પડશે. હેલિકોપ્‍ટર સેવાના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો છે. સાથોસાથ કેદારનાથમાં પૂજા અર્ચના કરવા માટેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્‍યો છે.

હેલિકોપ્‍ટર હવાઈ સેવામાં ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવી છે, જે અંતર્ગત આઠ જુદી-જુદી હેલિકોપ્‍ટર કંપનીઓ સેવા આપવા માટે તૈયાર છે. રૂટના હિસાબથી ગુપ્તકાશીથી ૨, ફાટાથી ૪ અને સિરસીથી ૨ ઑપરેટર હેલિકોપ્‍ટપ ફલાઈટને સંચાલિત કરશે. નવા દરો અનુસાર, ગુપ્તકાશીથી એક તરફી ભાડું રૂ.૬,૦૭૭, ફાટાથી રૂ.૪,૮૪૦ અને સેરસીથી રૂ.૩,૦૪૩ નક્કી કરવામાં આવ્‍યું છે. આ આંકડાઓમાં GST અને બુકિગ ચાર્જ અલગથી ઉમેરવામાં આવશે, જેનાથી કુલ ખર્ચમાં વધુ વધારો થશે.

પાછલા વર્ષ સાથે સીધી સરખામણી કરવી મુશ્‍કેલ છે કારણ કે હવે દરો એક તરફી ધોરણે જાહેર કરવામાં આવ્‍યા છે, જોકે ભાડામાં વધારો ફાટા રૂટ પર સૌથી વધુ તીવ્રતાથી અનુભવાઈ રહ્યો છે, જ્‍યારે સેરસી રૂટ પરથી મુસાફરી કરનારાઓને થોડી રાહત મળી છે. બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામ બંનેમાં પૂજા વિધિઓ માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્‍યો છે. નવા દરો લાગુ કરીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ કેદારનાથ ખાતે આખા દિવસની પૂજા સેવાની ફી રૂ.૨૮,૬૦૦ થી વધારીને રૂ.૫૧,૦૦૦ કરી છે. જે લગભગ ૭૮% નો વધારો છે.

ફીમાં આ પ્રમાણે સુધારો કરવામાં આવ્‍યો. મહાભિષેકથી રૂ.૧૧,૫૦૦, રૂદ્રાભિષેકથી રૂ.૭,૫૦૦, લઘુ રુદ્રાભિષેક માટે રૂ.૭,૧૦૦, અખંડ જ્‍યોતિ માટે રૂ.૫,૧૦૦ (દૈનિક) અને રૂ.૩૫,૦૦૦ (વાર્ષિક, ૫,૦૦૦ રૂપિયા, શિવરામ ૫૦૦૦) રૂ.૨,૪૦૦ અને બાલ ભોગ રૂ.૧,૫૦૦.માત્ર કેદારનાથ જ નહીં, બદ્રીનાથમાં પણ ચાર્જિક વધારી દેવામાં આવ્‍યા છે. શ્રીમદ્‌ ભાગવત કથાની ફી રૂ.૫૧,૦૦૦ થી વધારીને રૂ.૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે, જ્‍યારે અન્‍ય પ્રસાદના દરમાં મહાભોગ રૂ.૪૫,૦૦૦, બાલ ભોગના રૂ.૧૦,૦૦૦, સ્‍વર્ણ આરતીના રૂ.૬,૧૦૦, મહાભિષેકના રૂ.૫,૫૦૦, અભિષેકના રૂ.૫,૩૦૦, ચંડી આરતીના રૂ.૫,૧૦૦, અખંડ જ્‍યોતિના રૂ.૨,૧૦૦ (દૈનિક) અને રૂ.૬,૦૦૦ (વાર્ષિક), વેદ અને ગીતા પાઠ રૂ.૩,૧૦૦, ખીર ભોગ રૂ.૨,૧૦૦ અને કપૂર આરતીના રૂ.૩,૦૦૦ નક્કી કરાયા છે.

જે શ્રદ્ધાળુઓ આ વર્ષે ચારધામની યાત્રાનું પ્‍લાનિંગ કરી રહ્યા છે એ તમામ ભાવિકોને આ ભાવ પ્રમાણે ચૂકવણી કરવાની રહેશે. ચારધામમાં હવે માત્ર દર્શન કરવા સરળ રહેશે પણ હેલિકોપ્‍ટર ચાર્જ અને સેવા-પૂજાના ભાવમાં તોતિગ વધારો કરવામાં આવ્‍યો છે. આ સિવાય હોટેલ બુકિંગ ચાર્જમાં પણ નવા ભાવ શરૂ થઈ ગયા છે. રાહતની વાત એ છે કે, દર્શન માટે કોઈ ચાર્જ લાગુ કરાયો નથી

(10:21 AM IST)