ફક્ત સક્ષમ સત્તામંડળ જ સ્ટેમ્પ ડયૂટીનો દંડ માફ કરી શકે, હાઈકોર્ટ નહીં: સુપ્રીમકોર્ટ
દસ્તાવેજમાં અપૂર્ણ સ્ટેમ્પ થયેલો જણાય તો દંડમાં રાહત આપવાની કોઈ કાનૂની જોગવાઇ નથી

નવી દિલ્હી તા.૮: સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે હતું કે ઓછી, અપૂર્ણ કે અધૂરી સ્ટેમ્પ ડ્યુટી ઉપર ફટકારવામાં આવેલાં કાયદેસરના દંડને માફ કરવાની કે ઓછો કરવાની સત્તા ફક્ત સક્ષમ સત્તામંડળો પાસે હોય છે, હાઇકોર્ટ પાસે નહીં. હાઇકોર્ટ પોતાની રીતે આ દંડને ઓછો કે માફ કરી શકે નહીં. પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેંચે કર્ણાટક હાઈકોર્ટના તે આદેશને રદ કર્યો, જેમાં લીઝ દસ્તાવેજો પર અપૂર્ણ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાની સાથે દંડમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ ઘણા લાંબા સમયથી બાકી રહેલા ૨૦૦૮ના કેસમાં અપીલની સુનાવણી કરી રહી હતી, જેમાં ઓછી સ્ટેમ્પિંગના આધારે બે લીઝ દસ્તાવેજોની માન્યતાને પડકારવામાં આવી હતી. જાસ્ટિસ સંજય કુમારની અધ્યક્ષતાવાળી બેંચે સ્પષ્ટ કર્યું કે એકવાર દસ્તાવેજ અપૂર્ણ સ્ટેમ્પ થયેલો જણાય, તો કર્ણાટક સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૭ હેઠળ તેને જપ્ત કરવો ફરજિયાત છે, અને કોર્ટ માટે દંડમાં રાહત આપવા માટે કોઈ કાનૂની જોગવાઇ નથી.
‘‘હાઈકોર્ટ પોતે સ્ટેમ્પ ડ્યૂટી ભરવાનો આદેશ આપી અને કાયદા મુજબ ફરજિયાત દંડમાંથી મુક્તિ આપી શકે નહીં,'' સર્વોચ્ચ અદાલતે કહ્યું. વધુમાં જણાવ્યું કે ઓછી કે અપૂર્ણ સ્ટેમ્પ ડ્યૂટી નક્કી કરવી અને દંડ લાદવો એ કર્ણાટક સ્ટેમ્પ અધિનિયમ હેઠળ ડેપ્યુટી કમિશનરની સત્તા છે. કોઈ પક્ષ અપૂર્ણ સ્ટેમ્પ કરાયેલ દસ્તાવેજને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવા માગે, ત્યારે દંડ લાદવો ફરજિયાત છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
