<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

યુધ્‍ધ અટકતા તેજીઃ હાજરમાં ચાંદીમાં ૧૮૦૦૦-સોનામાં ૬૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી એક કિલોના ભાવ વધીને ર,પ૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,પ૭,૦૦૦ રૂપિયા થયા

રાજકોટ, તા. ૮: અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ વિરામની જાહેરાત થતા બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતીએ ઉછાળો થયો છે. હાજરમાંૅ ચાંદીમાં ૧૮૦૦૦ અને સોનામાં ૬૦૦૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીના પગલે સ્‍થાનિક બજારમાં આજે બજારો ખુલતાની સાથે ચાંદીમાં ૧૮૦૦૦ રૂપિયા વધી ગયા હતા ચાંદી ૧ કિલોના ભાવ ર,૩ર,૦૦૦ હતા તે વધીને આજે ર,પ૦,૦૦૦ રૂપિયા થયા છે. અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના પગલે એક તબકકે ચાંદીના ભાવ ઘટીને ર૦પ૦૦૦ રૂપિયા થઇ ગયા હતા અને બાદમાં ક્રમશઃ ભાવ વધારો થયો હતો. ગઇ કાલે યુધ્‍ધ વિરામની જાહેરાતના પગલે ચાંદીના ભાવમાં રોકેટ ગતીએ ઉછાળો થતા ચાંદીનો ભાવ ર,૩ર,૦૦૦ હતા તે વધીને ર,પ૦,૦૦૦ થઇ ગયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૬૦૦૦ રૂપિયાનો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં આજે સોનામાં ૬૦૦૦ રૂપિયા વધી જતા સોનુ સ્‍ટાડર્ડ (૧૦ ગ્રામના ભાવ) ૧,પ૧,૦૦૦ થઇ ગયા હતા તે વધીને ૧,પ૭,૦૦૦ રૂપિયા થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટમાં એક  જ ઝાટકે ૬૦,૦૦૦ રૂપિયા વધી ગયા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) ૧પ,૧૦,૦૦૦ હતા તે વધીને ૧પ,૭૦,૦૦૦ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ વિરામ થતા આગામી દિવસોમાં બન્ને કિંમતી ધાતુઓમાં હજુ પણ તેજી જોવા મળે તેવી શકયતા છે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યુ હતું.

(2:38 PM IST)