<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

RBIએ લોન લેનારાઓની આશાઓ પર ફેરવ્‍યું પાણીઃ વ્‍યાજદરમાં કોઈ રાહત નહીં

નાણાંકીય વર્ષ ૨૦૨૬ માટે GDP વૃદ્ધિ દર ૭.૬% રહેવાનો અંદાજ ગવર્નર સંજય મલ્‍હોત્રાએ MPC બેઠકના નિર્ણયો જાહેર કર્યાઃ રેપો રેટ ૫.૨૫% પર યથાવત

મુંબઈઃ આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટી ની બેઠકના પરિણામોએ આજે કરોડો લોનધારકોને નિરાશ કર્યા છે. ગવર્નર સંજય મલ્‍હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટ ૫.૨૫્રુ પર યથાવત રાખવામાં આવ્‍યો છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે તમારી હોમ લોન, કાર લોન કે પર્સનલ લોનના હપ્તા (ચ્‍પ્‍ત્‍) માં હાલ કોઈ ઘટાડો થશે નહીં. વર્ષ ૨૦૨૫ માં વ્‍યાજદરમાં કુલ ૧૨૫ પોઈન્‍ટના ઘટાડા બાદ એવી આશા હતી કે આ વર્ષે પણ બેંક નરમ વલણ અપનાવશે, પરંતુ ફેબ્રુઆરીની જેમ આ વખતે પણ કેન્‍દ્રીય બેંકે ઁવેઇટ એન્‍ડ વોચઁની નીતિ અપનાવી છે. હાલમાં લ્‍ઝજ્‍ ૫્રુ અને પ્‍લ્‍જ્‍ ૫.૫૦્રુ પર સ્‍થિર રાખવામાં આવ્‍યા છે, જે દર્શાવે છે કે બેંક હજુ પણ ફુગાવાને નિયંત્રિત કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે.

વૈશ્વિક મોરચે ચાલી રહેલા તણાવ વચ્‍ચે પણ ભારતીય અર્થતંત્ર અડીખમ હોવાનો દાવો ગવર્નરે કર્યો છે. મધ્‍ય પૂર્વના યુદ્ધો, ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઈલના વધતા ભાવ જેવી આંતરરાષ્‍ટ્રીય આપત્તિઓ છતાં ભારતની આર્થિક સ્‍થિતિ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ગવર્નર મલ્‍હોત્રાના મતે, ભલે દુનિયાભરના શેરબજારો અને સપ્‍લાય ચેઈનમાં ઉથલપાથલ હોય, પરંતુ ભારતની આંતરિક આર્થિક ગતિવિધિઓ મજબૂત છે. જોકે, વૈશ્વિક પડકારોને ધ્‍યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે સમિતિએ ઁતટસ્‍થ વલણઁ જાળવી રાખ્‍યું છે જેથી જરૂર પડ્‍યે ભવિષ્‍યમાં યોગ્‍ય પગલાં લઈ શકાય.

દેશના ભવિષ્‍યના વિકાસ દર એટલે કે ઞ્‍ઝભ્‍ ને લઈને પણ મહત્‍વના આંકડા જાહેર કરવામાં આવ્‍યા છે. ય્‍ગ્‍ત્‍ ના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬  માટે વાસ્‍તવિક ઞ્‍ઝભ્‍ વળદ્ધિ ૭.૬્રુ રહેવાની શકયતા છે, જ્‍યારે જ્‍ળ્‍૨૭ માટે આ અંદાજ ૬.૯્રુ રાખવામાં આવ્‍યો છે. જોકે, આગામી -થમ ત્રિમાસિક ગાળા માટે વળદ્ધિ દરનો અંદાજ સહેજ ઘટાડીને ૬.૮્રુ કરવામાં આવ્‍યો છે. એક તરફ મોંઘવારીને કાબૂમાં રાખવાનો પડકાર છે અને બીજી તરફ વિકાસની ગતિ જાળવી રાખવાની જવાબદારી; આ બંને વચ્‍ચે સંતુલન જાળવવા માટે ય્‍ગ્‍ત્‍ એ વ્‍યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાનો કડક પણ જરૂરી નિર્ણય લીધો છે.

(3:49 PM IST)