<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ નિર્ણયને વધાવ્યો:વૈશ્વિક રાજદ્વારી પ્રાયસોની મોટી જીત

આ નિર્ણયથી પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી પ્રવર્તતી અસ્થિરતા દૂર થશે અને પ્રાદેશિક શાંતિ સ્થાપવામાં મોટી મદદ મળશે

નવી દિલ્હી :બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધવિરામનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. તેમણે આ મહત્વપૂર્ણ સમજૂતીને આવકારતા આશા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી પ્રવર્તતી અસ્થિરતા દૂર થશે અને પ્રાદેશિક શાંતિ સ્થાપવામાં મોટી મદદ મળશે. સ્ટાર્મરે ખાસ ભાર મૂક્યો હતો કે આ સીઝફાયરના પરિણામે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે, જે વૈશ્વિક વેપાર અને જળમાર્ગોની સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે. આ પગલાને વૈશ્વિક રાજદ્વારી પ્રયાસોની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે.

(3:49 PM IST)